Home > ગીત, દીપ્તિ દેસાઈ, પ્રભુલાલ દ્વિવેદી > એક સરખા દિવસ સુખના – પ્રભુલાલ દ્વિવેદી

એક સરખા દિવસ સુખના – પ્રભુલાલ દ્વિવેદી

મિત્રો,

આજે ૧ મે, આપ સૌને ગુજરાત દિનની શુભેચ્છાઓ. આજનાં દિવસે સાંભળીએ જૂની ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલું એક એવું ગીત જેમાં જીવનનું સત્વ અને તત્વ વ્યક્ત થાય છે. નાટક ‘માલવપતિ મુંજ’માં રજૂ થયેલા આ ગીતનું મુખડું તો આજે કહેવત બની ગયું છે. જય ગુર્જરી.

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીમાં લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, નીયમ બદલાતા નથી.

————————————————–
સાથે સાંભળો જૂની ગુજરાતી રંગભૂમિનાં અન્ય બે ગીતો:
મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી
સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

Please follow and like us:
Pin Share
  1. May 1st, 2008 at 10:24 | #1

    my fav one…… thanks Nirajbhai..

  2. May 1st, 2008 at 13:20 | #2

    સુંદર રચના… અને યોગ્ય સમયે…

  3. May 1st, 2008 at 13:26 | #3

    ખુબ જ સરસ.. સારા ગીતો શોધી લાવ્યા છો નીરજભાઇ.. ગુજરાત સ્થાપના દિન મુબારક..
    જય જય ગરવી ગુજરાત.

  4. May 1st, 2008 at 13:34 | #4

    નીરજભાઇ
    કેટલાક અંગત સંસ્મરણો યાદ અપાવતું આ ગીત બચપણ માં ઘણી વાર પિતાજીને મોઢે સાંભળ્યુ હતું

  5. pragnaju
    May 1st, 2008 at 15:13 | #5

    જીવનનું સત્વ અને તત્વ વ્યક્ત થાય છે તેવુ
    એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
    એથી જ શાણા સાહ્યબીમાં લેશ …
    મનમાં જડાઈ ગયેલું ગીત
    આનંદ આનંદ
    જય ગુજરાત

  6. Dhaval Navaneet
    May 2nd, 2008 at 10:35 | #6

    આપના રદય ના કોઇ અગોચર પ્રદેશ માથી સન્સોધન અને શણગાર પામી અસરકારક રચના સ્વરુપે અમોને અદ્ભભુત અનુભુતી નો અસ્વાદ કરાવવા બદલ ખુબ ખુબ અભાર

  7. batuk sata
    April 22nd, 2009 at 08:31 | #7

    thanks.
    bahu j saras geet.jo aapni pase master ashrafkhan na avaj ma aa geet hoy to pls.mane mail karva vinanti.mari pase juni rangbhumi na thoda geet chhe pan mud kalakar na avaj ma nathi.

  8. June 18th, 2011 at 02:48 | #8

    ખૂબ આનંદ થયો છે આજે .આભાર સહ અભિનંદન .વધુ માટે રાહ જોતો રહીશ .

  9. September 26th, 2011 at 03:18 | #9

    Bijaa gito kukone !Nirajbhai !

  10. surekha
    January 12th, 2012 at 15:37 | #10

    થન્ક્સ રેઅલ્લ્ય વેરય nice

  11. surekha
    January 12th, 2012 at 15:41 | #11

    ખાલય તય કરમાય ચાય ……બદલાતી નથી ભૂ સુન્દેર

  12. Bharat Pandya
    November 8th, 2017 at 19:07 | #12

    કોઈને કેમ આ ગીતનો મૂળ ગાયક માસ્તર અશરફખાન યાદ નથી આવ્યો તેની નવાઈ લાગે છે,

  1. No trackbacks yet.