સ્પર્શ – સુરેશ લાલણ

March 12th, 2014 Leave a comment Go to comments
સ્વરકાર:સપના શાહ
સ્વર:લવણ ગોને, સપના શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,
રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!
હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,
વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,
એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?
હસતાં હસતાં ય ખરતાં રહે છે,
આંખોમાં નકરાં આંસુ ભર્યા છે!

મહેંકી ઉઠી છે દિલની હવેલી,
શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!
દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,
આ દિલમાં દિવા કોણે કર્યા છે?

Please follow and like us:
Pin Share
  1. Sudhir Patel
    March 16th, 2014 at 15:09 | #1

    ખુબ સુંદર સ્વર અને સ્વરાંકન!
    સુધીર પટેલ

  2. janakray bhatt
    December 11th, 2015 at 20:32 | #2

    કર્યાછે ,ખાર્યછે ,ફર્યાછે ,ભાર્યછે ,જ્હાર્યછે ,વિગેરે શબ્દો બહુ મધુર ઉચ્ચાર્યા. પાશ્વ સંગીત શાંત અને સૌમ્ય.

  3. Sapna Anila Shah
    August 16th, 2016 at 18:45 | #3

    આભાર 🙂

  4. August 16th, 2016 at 18:46 | #4

    Thank you 🙂

  1. No trackbacks yet.