Home > કૌમુદી મુનશી, ગીત, દિલીપ ધોળકીયા, હરિન્દ્ર દવે > મેં તો ઓઢણાં મંગાવ્યાં – હરીન્દ્ર દવે

મેં તો ઓઢણાં મંગાવ્યાં – હરીન્દ્ર દવે

March 14th, 2014 Leave a comment Go to comments
સ્વરકાર:દિલીપ ધોળકીયા
સ્વર:કૌમુદી મુનશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

નેહથી મેં ઝાઝી વાત માંડી,
તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં,
વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો,
લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

સપનું મેં રાતભરી જોયું,
ને એણે એક મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી,
એણે લીધું હાથમાં સુકાન, બેડો પાર,
એક રે સિતારો મેં માગ્યો’તો,
આપ્યું એણે આખું આકાશ આ અમૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

Please follow and like us:
Pin Share
  1. Anila Patel
    March 15th, 2014 at 16:13 | #1

    સૂર ,શબ્દ અને સંગીતનું અદભૂત સંયોજન.

  1. No trackbacks yet.