Home > અજ્ઞાત, ગીત, પાંદડું લીલુંને રંગ રાતો, વિનોદ રાઠોડ > ઓરી આવે તો તને વાત કહુ ખાનગી…

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી…

April 25th, 2007 Leave a comment Go to comments

સ્વર: વિનોદ રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો…

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

Please follow and like us:
Pin Share
  1. December 17th, 2007 at 12:10 | #1

    ખુબ જ સુંદર રીતે કાવ્ય મા ગુજરાતી વાનગીઓનો અને ગુજરાત ના શહેરો ને વાનગી દ્વારા સુંદર રીતે પ્રેશન્ટ કરવામા આવ્યા છે.

  2. Vashishth Shukla
    February 21st, 2008 at 10:38 | #2

    વિનોદ રાઠોડ ના સ્વરે ગવાયેલ ગીતે મોઢા મા પાણિ લાવિ દિધુ… આભાર નિરજ ભાઇ ……

  3. Ankit Panchal
    April 13th, 2008 at 14:26 | #3

    હોઠ

  4. Ashok Bhatt
    July 23rd, 2008 at 17:47 | #4

    જોડકણા જેવુ પણ મઝા નુ ગીત. Your keyboard arrangement is very hard to use and take very long time to master. Why don’t you use Shusha or abmala ?

    This is yomen service to Gujarati community. Please accept my congratulations and sincere gretitude.

  5. Abhijit
    October 7th, 2008 at 21:48 | #5

    વાહ મજા આવિ ગઈ!

  6. Harish
    November 19th, 2008 at 00:00 | #6

    મજા આવી ગઈ વાહ ભઈ વાહ્

  7. March 18th, 2009 at 15:56 | #7

    આ પોસ્ટની લિન્ક પહેલા https://rankaar.com/?p=27 હતી જે હવે ૨૮ થઈ ગઈ!

    “કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી..” કળી બાબત – વાનગીઓની કવિતામાં “સાડી” ક્યાં આવી ગઈ? મારી જાણ પ્રમાણે “કુંવલ સાડી”ની જગ્યાએ “તું વલસાડી” હોવું જોઈએ.

  8. Dolly
    April 8th, 2009 at 11:48 | #8

    “જીભ તારી મરચું મોંઢલું” ની જગ્યા એ “જીભ તારી મરચું ગોડંલ નું”

  9. Bipin Gala
    December 31st, 2009 at 13:26 | #9

    મને આ પ્રકાર ના ગીતો ખુબજ ગમ્યા…

  10. Bhaskar Shah
    April 4th, 2011 at 04:01 | #10

    સરસ, સુંદર રીતે વાનગીઓ દ્વારા પ્રેમ વ્યક્ત કર્યો. વલસાડી અને મરચું ગોન્દલનું ફેરફાર યોગ્ય લાગે છે.

  1. July 19th, 2011 at 01:34 | #1