Home > આલાપ દેસાઈ, ગઝલ, જવાહર બક્ષી > દશે દિશાઓ – જવાહર બક્ષી

દશે દિશાઓ – જવાહર બક્ષી

સ્વરાંકન/ગાયક : આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતી જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતીનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાશ ચાલે છે.

Please follow and like us:
Pin Share
  1. May 23rd, 2008 at 11:39 | #1

    અટકવું………રાશ ચાલે છે
    આલાપ દેસાઇનો અવાજ ગજલ પુરી થઇ ગયા બાદ પણ ચાલે છે

  2. Ketan Shah
    May 23rd, 2008 at 12:14 | #2

    વાહ નીરજ, અદભુત ગાયકી.

    aalaap ni gaayaki par to aaje fida thai gaya.

  3. સુરેશ જાની
    May 23rd, 2008 at 15:06 | #3

    બહુ જ ગુઢ શબ્દરચના- અંતરની વાણી.

    છેલ્લા શેરમાં કદાચ ‘ રાશ’ ની જગ્યાએ ‘ રાસ’ હોવું જોઈએ.

  4. pragnaju
    May 29th, 2008 at 22:53 | #4

    આલાપનો મધુર આલાપ
    જાણે કે…
    કાળના ગર્ભમાં આ ઘટનાઓ
    ક્યાંથી પહોંચી,તપાસ ચાલે છે
    જાત બાળુ છું જાતને જોવા
    અંદર એનો જ ઉજાસ ચાલે છે

  5. jainesh
    June 24th, 2009 at 06:07 | #5

    આટલી અનોખી ગાયિકી પેહલી વાર સાભંળવા મળી….આલાપ દેસાઇ દરેક શબ્દ નો અનુભવ કરાવે છે….આભાર નીરજભાઇ….

  1. No trackbacks yet.