Home > ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ > મહોબ્બતમાં હવે – બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.”
– શૂન્ય પાલનપુરી

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો ’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ, જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે .

Please follow and like us:
Pin Share
  1. kirit
    June 3rd, 2008 at 11:33 | #1

    બહુજ સારિ ગજલ અભાર નિરજ ભાઇ

  2. pragnaju
    June 3rd, 2008 at 15:09 | #2

    શૂન્યનો શેર અને બેફામની ગઝલ અને મનહરનો સ્વર મઝા આવી ગઈ
    મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
    અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
    દીધો ’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
    જરા સાવધ-વધુ, જોખમ અહીં તો ઓળખાણે છે.
    મળ્યો છે નાખુદા એના પછી .!
    વાહ્

  1. No trackbacks yet.