Home > ગીત, મેઘબિંદુ > જનમોજનમની આપણી સગાઈ – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ – મેઘબિંદુ

સંગીત: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝુર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલ શબ્દોનાં સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે, કેવું આ આપણું જીવન?
મંઝીલ દેખાય ને હું ચાલવા માગું ત્યાં વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે મેં તેથી ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો પણ ખરી પડ્યો એનો રાગ,
ઉડતા પંતગીયાઓ પૂછે છે ફૂલને તારી સુગંધને ક્યાં વેરી?
——————————————–
ફરમાઈશ કરનાર મિત્ર: કિરીટભાઈ

Please follow and like us:
Pin Share
Categories: ગીત, મેઘબિંદુ Tags:


  1. kirit shah
    June 25th, 2008 at 09:12 | #1

    આભર નિરજ ભાઇ – મજા આવિ ગઇ

  2. June 25th, 2008 at 10:32 | #2

    બહુજ સરસ કવિતા

  3. pragnaju
    June 25th, 2008 at 18:02 | #3

    મેઘબિંદુની સરસ રચના
    જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી,
    આપણા અબોલાથી ઝુર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી.
    બોલાયેલ શબ્દોનાં સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન,
    પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે, કેવું આ આપણું જીવન?
    સુંદર્
    હંસા દવેના સ્વરમાં મધુર ગાયકી

  4. June 25th, 2008 at 19:36 | #4

    કખુબ જ મ

  5. July 1st, 2008 at 03:44 | #5

    ઘનિ જ સુન્દર રચ્ન ચ્હે.
    ઘનુ જ ગમ્યુ.
    મને બહુ સારુ લાગ્યુ.
    મને ઘનુ આવદતુ નથિ.
    સોરિ,
    હુ ત્ર્યા કરિશ.

  6. Neeta Shah
    August 2nd, 2009 at 11:47 | #6

    મેઘબિન્દુ નિ આ ગઝલ સમ્ભરવા પ્લયેર ખુલતુ નથિ….મહેરબનિ કરિ જનવશો કે મરાો મ્પુતેર મ તકલિફ ચ્હે કે શુ?

  1. No trackbacks yet.