Home > કૈલાસ પંડિત, મનહર ઉધાસ, હાલરડું > દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

Please follow and like us:
Pin Share
  1. SUNIL
    January 19th, 2008 at 15:37 | #1

    GREAT WORK NEERAJ
    REALLY UNBELIEVABLE!!
    KEEP IT UP MAN.

  2. April 8th, 2008 at 11:45 | #2

    નીરજભાઈ, ખૂબ જ મઝા પડી ગઈ.મારા બંને પૌત્રો-ક્રુતર્થ અને ધ્રુવને આ હાલરડું ખૂબ સંભળાવ્યું છે.હવે તો તમારે મસાલેદાર બેબી પોટેટોઝ અને આખું જમણ જ ખાવા આવવું પડે.
    તમારી રાહ જોઈશ્.

  3. April 8th, 2008 at 12:07 | #3

    નીરજ,
    મારા દીકરાને પણ આદત છે….
    મમ્મી, દાદી અને બચ્ચા પણ ખુશ,

    family package…..! !

  4. Manoj
    April 9th, 2008 at 12:24 | #4

    આ ગીત સાંભળી આંખ માં આશ્રુ ના આવે તોજ નવાઈ. ખુબ આભાર. પણ જેમ આ ગીત દરેક મા બાપ માટે છે, તેમ “આંધળી મા નો કાગળ” ગીત દરેક સંતાન માટે છે.

  5. pritish
    July 22nd, 2008 at 14:56 | #5

    niraj bhai
    you have done a great job
    nice to know some one is working hard for gujarati language
    regards
    pritish desai

  6. August 3rd, 2008 at 23:49 | #6

    બ્હુજ સરસ્.
    my son siddhant found this song soo soothing that felt a sleep in my arms. And what a lyrics this song has, really very touchy.

    શોધ્તિ હતિ and atlast i found it here.

  7. ssjinesh shah
    August 6th, 2008 at 06:51 | #7

    just superbbbbbbbbbbbbbbbbbb.

    it reminds me my childhood and brings tears in my eyes
    amazinggggggggg

  8. Sangita shah
    August 15th, 2008 at 19:55 | #8

    Niraj Bhai,
    Well done,Excellant Job.
    ખરેખર અદભૂત પ્રયાસ કહેવાય
    અભિનંદન!!!!!!!!!!!!!!!!!!!!!!!

  9. September 18th, 2008 at 10:45 | #9

    You have done such a excellent creation that can not be appreciated with the words.
    The best.Mind Blowing, superb.
    Keep adding.
    Get going.
    All the best and very best regards,
    Enjoy the best.

  10. Patel N C
    October 15th, 2008 at 13:53 | #10

    Nirajbhai

    You are
    transporting me in my childhood, your efforts are immesurable

  11. ina
    October 27th, 2008 at 10:33 | #11

    thank you very much

  12. BV Patel
    October 28th, 2008 at 04:00 | #12

    Excellent, thanks.

  13. December 5th, 2008 at 00:06 | #13

    I just Love this song.
    I love this website.

  14. Manan
    December 16th, 2008 at 19:05 | #14

    you have done great job,
    keep it up!!!!!

    all the best

  15. March 19th, 2009 at 10:33 | #15

    ખુબ જ સરસ હાલરડુ છે.

  16. mehul
    July 3rd, 2009 at 18:58 | #16

    Niraj bhai and team, great idea, great efforts and great result for entire gujarati community world wide.japan to brazil.

    this haradu has hundreds of sweet memories in my life.and next generation too.

    no words to describe.

  17. Dinesh
    July 6th, 2009 at 03:18 | #17

    Nirajbhai, You have undertaken the task for Gujarati is excellent. if I will send you the list , can it be possible to have the songs in MP3 formate? if yes than kindly reply me on the above mail & oblige.

  18. DIRGHAYU
    July 13th, 2009 at 12:34 | #18

    Respected Nirajbhai,
    since last two days i’m listening GREAT GUJARATI SANGEET through “rankaar.com”
    as i didn’t know this web before.
    i’ve never ever seen such devotion towards Great Gujarati Sangeet like you. I heartly Appreciate your sincer effort but have no word to describe.
    I also appreciate for “JAHER KHULASO” on the web that is in real sence supportive to all honourable singer/artist.
    Regards,
    dirghayu desai

  19. July 15th, 2009 at 05:34 | #19

    very fine.enjoyed

  20. Darshit
    August 8th, 2009 at 19:24 | #20

    Give album name with particular songs. It will really helpful to buy CD from open market. Also plan to give available source in Guj, India and abroad.

  21. RITESH PARMAR
    August 8th, 2009 at 19:55 | #21

    good song, still my son rinoy not going to sleep whithout this song
    my papa also like this song & all from Manhar udhas’s song.
    good work.

  22. Jayshree Chudgar
    August 9th, 2009 at 23:01 | #22

    Is it possible to hear this Poem( Zaverchand Meghani).
    Thanks, I really enjoy songs on this website.

    વનરાવનનો રાજા ગરજે
    ગીરકાંઠાનો કેસરી ગરજે
    ઐરાવતકુળનો અરિ ગરજે
    કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
    મોં ફાડી માતેલો ગરજે
    જાણે કો જોગંદર ગરજે
    નાનો એવો સમદર ગરજે !

    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઉગમણો, આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે

    વાડામાં વાછડલાં કાંપે
    કૂબામાં બાળકડાં કાંપે
    મધરાતે પંખીડા કાંપે
    ઝાડ તણાં પાંદડલાં કાંપે
    પહાડોના પથ્થર પણ કાંપે
    સરિતાઓનાં જળ પણ કાંપે
    સૂતાં ને જાગંતાં કાંપે
    જડ ને ચેતન સૌએ કાંપે

    કેવી એની આંખ ઝબૂકે !
    વાદળમાંથી વીજ ઝબૂકે
    જોટે ઊગી બીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે
    સામે ઊભું મોત ઝબૂકે

    ડુંગર જાણે ડાચાં ફાડે !
    જોગી જાણે ગુફા ઉઘાડે !
    જમરાજાનું દ્ધાર ઉઘાડે !
    પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
    બરછી સરખા દાંત બતાવે
    લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

    બડકંદાર બિરાદર ઊઠે
    ફરસી લેતો ચારણ ઊઠે
    ખડગ ખેંચતો આહીર ઊઠે
    બરછી ભલે કાઠી ઊઠે
    ઘર-ઘરમાંથી માતી ઊઠે
    ગોબો હાથ રબારી ઊઠે
    સોટો લઈ ઘરનારી ઊઠે
    ગાય તણા રખવાળો ઊઠે
    દૂધમલા ગોવાળો ઊઠે
    મૂછે વળ દેનારા ઊઠે
    ખોંખારો ખાનારા ઊઠે
    માનું દૂધ પીનારા ઊઠે !
    જાણે આભ મિનારા ઊઠે !

    ઊભો રે’જે !

    ત્રાડ પડી કે ઊભો રે’જે !
    ગીરના કુત્તા ઊભો રે’જે !
    કાયર દુત્તા ઊભો રે’જે !
    પેટભરા ! તું ઊભો રે’જે !
    ભૂખમરા ! તું ઊભો રે’જે !
    ચોર-લૂંટારા ઊભો રે’જે !
    ગા-ગોઝારા ઊભો રે’જે !

    ચારણ-કન્યા

    ચૌદ વરસની ચારણ-કન્યા
    ચૂંદડિયાળી ચારણ-કન્યા
    શ્વેતસુંવાળી ચારણ-કન્યા
    બાળી ભોળી ચારણ-કન્યા
    લાલ હિંગોળી ચારણ-કન્યા
    ઝાડ ચડંતી ચારણ-કન્યા
    પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
    જોબનવંતી ચારણ-કન્યા
    આગ-ઝરંતી ચારણ-કન્યા
    નેસ-નિવાસી ચારણ-કન્યા
    જગદમ્બા-શી ચારણ-કન્યા
    ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
    ત્રાડ ગજાવે ચારણ-કન્યા
    હાથ હિલોળી ચારણ-કન્યા
    પાછળ દોડી ચારણ-કન્યા

    ભયથી ભાગ્યો !

    સિંહણ, તારો ભડવીર ભાગ્યો
    રણ મેલીને કાયર ભાગ્યો
    ડુંગરનો રમનારો ભાગ્યો
    હાથીનો હણનારો ભાગ્યો
    જોગીનાથ જટાળો ભાગ્યો
    મોટો વીર મૂછાળો ભાગ્યો
    નર થઈ તું નારીથી ભાગ્યો
    નાનકડી છોડીથી ભાગ્યો !

  23. September 7th, 2009 at 16:10 | #23

    Dear Niraj
    Thanks for the beautiful songs.Some of them i have heard after 30/40 years.After leaving Kenya in1968 i had the pleasure of listining to this fantastic songs. if you have the following songs i would love to hear them.
    Eh kon mane dhima dhima kartu puke eh kon mane yad kare sanj savare
    mara mitra ne gher jai kahejo ateldu mitr ne murva avaje
    Thanks keep up the good work
    Kaushik Vyas

  24. ASHOK BHATT
    September 11th, 2009 at 17:19 | #24

    Nice,Superb, pl. put if u have Halardu of Lt. Jhaverchand Meghani, Dhira Hey…Vajo re….. Aaj Tame Mitha re…..vajo….. e Vahoolia tame Dhira re Dhira….. vajo…

  25. September 12th, 2009 at 15:46 | #25

    વાહ્ મજ્જા આવેી ગઇ

  26. SHYAMAL N. SHAH
    September 13th, 2009 at 13:41 | #26

    NIRAJBHAI FANTASTIC SONG OF DIKARO MARO LADKVAYO. THANKS FOR THIS GUJARATI SONGS FOR OUR RANKAAR SITE.

  27. SHYAMAL N. SHAH
    September 13th, 2009 at 13:46 | #27

    DEAR NIRAJBHAI KIDNLY ADDED JAIN SONGS LIKE STAVAN, BHAKTAMBAR, RATNAKAR PACHHISI IN OUR RANKAAR SITE.

  28. deval
    November 7th, 2009 at 19:11 | #28

    hi niraj, nice to herad this song. i must say you have really done a very very good job. do we have this site as orkut community even ? pls reply me about it.

  29. reema
    November 19th, 2009 at 09:33 | #29

    realy , very nice sight, niraj bhai well done

  30. sumit rathod
    December 8th, 2009 at 07:02 | #30

    nirajbhai a badha song download karva hoy to???
    special “tamie mara dev didhel cho”

  31. December 14th, 2009 at 06:56 | #31

    vah bhai vah khu sars che

  32. February 14th, 2010 at 15:03 | #32

    vah bhay vah aava halrdu jo aaj ni mata o gay to kevu sharu ?
    http://www.bavishimatajitemple.com

  33. February 15th, 2010 at 07:39 | #33

    jay mataji
    khub sharash dikaro maro ladakvayo ….halaradu sharash che….
    keva halarda hova joye ae te no aek aanamuno che….
    aaj na halarda to bhagvan bachave teva che….
    shivaji nu halaradu to badhne yad hashe?
    kevi mata hoy ..

  34. jitubhai raval
    March 18th, 2010 at 16:04 | #34

    શિવાજિ ને નિન્દેર ના આવે માતા જિજાબાઈ ઝુલાવે
    only request
    please if u don`t mind
    keep doing the great job
    thanks for every thing

  35. keyuri
    May 19th, 2010 at 17:42 | #35

    Can you please please please add some more Halardas,, maro son roj aa ek ja halradu sambhali ne sue chhe.

  36. Shreyas
    June 10th, 2010 at 11:07 | #36

    હું તો સંભાળતા સંભાળતા સુઈ ગયો.

  37. Ami haria
    October 11th, 2010 at 15:40 | #37

    તમે મારા દેવ ના દીધેલ છો

  38. December 2nd, 2010 at 15:42 | #38

    આ ગીત સાંભળી આંખ માં આશ્રુ ના આવે તોજ નવાઈ. ખુબ આભાર. પણ જેમ આ ગીત દરેક મા બાપ માટે છે, તેમ “આંધળી મા નો કાગળ” ગીત દરેક સંતાન માટે છે.

  39. Payal
    December 5th, 2010 at 22:52 | #39

    ખુબ જ સરસ હાલરડું છે. આભાર

  40. December 26th, 2010 at 05:42 | #40

    જય બાવીશી માતાજી કોટડા બાવીશી
    caran કન્યા નું ગીત મુકવા વિનતી
    નીરજ ભાઈ
    કેમ છો ??/

  41. નિરજ ગોહેલ
    February 21st, 2011 at 17:24 | #41

    નીરજભાઇ તમે ખુબ સરસ અને ભગીરથ કાર્ય કર્યું છે, માતૃભાષાને બચાવવાનું અભિનંદન. મજા પડી ગઇ.

  42. Sanjay Dave
    November 15th, 2011 at 12:36 | #42

    મારા ૨ વર્ષ ના દીકરા “મૃદંગ” ને આ ગીત એટલું બધું ગમે છે અને તેનો grashping power એટલો જોરદાર છે કે તે પોતે આ ગીત ની અમુક કડીઓ ગાય પણ છે.

    નીરજભાઈ Excellent Work Done By You ….. Keep it Up ……. May Good Bless You ..

    નમસ્કાર ………. આઆઆવ્જો …

  43. mehul p vora
    December 16th, 2011 at 09:14 | #43

    પ્રેમ ની એ કળી છું,
    ન તોડ મને ,
    યાદનું એ ફૂલ છું
    ન ચુંટ મને,
    પાંદડું છું તારા સાથનું ,
    ન ખેરવ મને,
    મૂળ છું તારા સ્પર્શનો,
    ન ખોદ મને,
    સુકાયો છું દર્દની યાદથી,
    ન કાપ મને ,
    યાદ છું આજે પણ કાલની,
    ન છોડ મને………..

  44. February 5th, 2012 at 16:04 | #44

    very good . Thak you very Much

  45. Mukesh Parmar
    May 8th, 2013 at 15:34 | #45

    SUNIL :GREAT WORK NEERAJREALLY UNBELIEVABLE!!KEEP IT UP MAN.

    Beautiful, saru lagyu,Ani be kadi “BA A MARI BOUNDARY” NATAK MA SABALI HATI, AAJE APNA KANTHE, THANKS TO JAY VASAVADA WHO MENTIONED YOUR SITE IN “ANAVRUT” PUBLISHED IN GUJARAT SAMACHAR TODAY 8.5.13, KEEP IT UP.

  46. VALLABHDAS DAMODAR RAICHURA
    May 26th, 2013 at 14:23 | #46

    EACH FATHER AND EACH MOTHER MUST UNFAILINGLY PROVIDE THIS POEM TO THEIR SON(S) WHO WILL RELISH IT VERY MUCH AND TRANSPORT HIM TO HIS TODDLER DAYS WHEN THESE THOUGHTS IN THIS POEM WILL LINGER ENDEARINGLY IN GALLERY OF HIS MIND UNTIL HIS LIFE TIME.. IT IS MUSIC TO EARS THAT SUCH A MELODIOUS AND POIGNANT POEM AND CAN RIVAL WITH FULL DEGREE OF SUCCESS WITH THE POEM “KOINO LADAKVAYO” BY THE GREAT ZAVERCHANDBHAI MEGHANI.

    “RANKAR”, YOU HAVE ADDED RANKAR IN THE HEART OF EACH MOTHER AND FATHER!!

    HEARTIEST THANKS.

    SINCERELY,

    VALLABHDAS RAICHURA
    NORTH POTOMAC:
    MARYLAND
    U.S.A.
    MAY 26, 2013.

  1. No trackbacks yet.