ઉંબરે ઊભી સાંભળું રે બોલ – મણિલાલ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
wow…thnx niraj…
આપની “રણકાર” નો રણકાર અહિ સુધી પણ પહોચી ગયો છે.
અહિ એટલે છેક નોર્થ પોલ નઝીક ફોર્ટ મેક્મર્રી – કેનેડા.
કહેવા માટે શબ્દો મળતા નથી….એવી અલૌકિક રચના ઓ ની ભેટ…
ઘણો આભાર
આભાર નીરજબભાઈ ! અને સોરી ! આ ગીતની ફરમાઈશ કરતા પહેલાં ફરીએકવાર અનુક્રમણિકા જોઈ જવાની જરૂર હતી.
very much enjoy. I recollcet my days pass with manilal at ahmedabad when I myself and my friends were studying in std, 10th.We had enjoy that days with him and his elder brother RANJITBHAI.Thanks neerajbhai
૧૯/૭ મનિલલ્નો જન્મ દિવસ અમે રાનેરિના કવ્યો વાન્ચ્યા ગાયા અને મનિલલ્નિ ઘનિઅમિ બધિ વતો કરઇ મનાવ્યો.ચિનુ મોદિ પન હાજર રહેલ અમિતા અને રનજિત્ ભઇ
અ
ekdam j saras 6………………
Thanx NirajBhai for uploading this song!! Wonderful song!
wonderful song ….
I have been hearing RANKAAR since 2008
Since there was some technical problem for hearing it in INDIA it was away from my heart.
Today it has reloaded and I am cheerful hearing ir again
Thank you Nirajbhai
HI doing great work!
request please also mention all creators of the song lyricist,composer,music, singers etc
thanks
ગુજરાતી ભાષા નો ખજાનો મળી ગયો સાહેબ…
આભાર
How pleasant it is to have this collection handy !After listening all my favourite songs minimum 100 times over the years, I thought this site and its owner deserve compliments again! 😀
ફાલ્ગુની પાઠક ના સ્વરે ગવાયેલું સ્મરણીય ગીત …
નીરજભાઈ, આપે ખૂબ જ શ્રેષ્ટ પ્રયત્ન કરેલ છે. માતૃભાષા નું ઋણ ચુકવ્યું છે.વિસરાઈ ગયેલા અદભુત ગીતો ને ફરી થી લોકો ને હોઠે રમતા મુક્યા છે.લતા મંગેશકર ના અવાજ માં પ્રભાતિયું ” હે કાનુડા તારી ગોવાલણ ‘ તેમજ સુમન કલ્યાણપુર ના ગાયેલા ગીતો પણ જો આમ ભલે ,તો ગુજરાતી રસિયા ઓ ને મજા મજ્જા થઇ જાય …