Home > અવિનાશ વ્યાસ, બાળગીત, લોકગીતો > હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ.

હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ.

March 16th, 2007 Leave a comment Go to comments

સ્વર: ગૌરાંગ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

Please follow and like us:
Pin Share
 1. sonal
  July 11th, 2008 at 17:52 | #1

  નિરજ્ ભાઈ
  ઘની મજા આવી ગઈ.
  શબ્દોમા વર્નવવુ મુશ્કેલ ચ્હે!
  અવિનાશ ભાઈ, અમ્રુત ઘાયલજી, અને માધવ રામાનુજ્ ના ગીતો !!!!!!
  સમય તુકો પદ્યો ચ્હે

 2. ajitsinh rathod
  July 30th, 2008 at 19:56 | #2

  નાનો હતો ત્યારે આ ગીત સાભળી નાચી ઊઠતો …..હવે મોટી ઊમરે પણ આ ગીત સાભળીને નાચી જ ઊઠુ છુ……મજા આવી ગઇ…..

 3. Paresh Jani
  July 30th, 2008 at 23:57 | #3

  I have to SALUTE you Nirajbhai.
  You have done excellent job.
  This particular song original sung by great Mannadey.
  I have some rare old gujarati songs collection and
  I will be happy to float on Rankaar, please let me know
  how can I ?
  Thanks and keep it up we are with you.

 4. Hemant
  July 31st, 2008 at 07:55 | #4

  ભાઇશ્રી,

  આપનો ગુજરાતી ભાષા પરત્વેનો પ્રેમ અને આ પ્રયાસ ખરેખર કાબીલે તારીફ છે.
  આપના લિસ્ટમાં એક બહુ પ્રચલીત પણ થોડું જ સાંભળવા મળતું ગીત જડ્યું નહીં, મદદ…મદદ..

  “ઓલ્યા માંડવાની જૂઈ….અમથી અમથી મૂઈ…”ગાયકો છે, પુરુશોત્તમ ઊપાધ્યાય, રાસબીહારી દેસાઈ અને ત્રીજું નામ યાદ નથી આવતું….

  આભાર અને અભિનંદન…

  હેમંત જાની…

 5. Zaverben sangoi
  August 19th, 2008 at 23:38 | #5

  નિર

 6. uma parikh
  August 21st, 2008 at 00:24 | #6

  ખુબ સરસ્—આભાર !આન્ન્દ આવી ગયો–
  ઉમા શિરીશ પરીખ, અમેરિકા

 7. rima
  December 5th, 2008 at 23:43 | #7

  તમારો ખૂબ ખૂબ આભાર.આજે હુ પેહલીવાર ગુજરાતી મા લખી રહી ….મને ઘના વખત પચી ગુજરાતી કવીતા વાંચવા મલી.હાલરડઆ મોકલશો

 8. Kuldeep
  May 5th, 2009 at 03:28 | #8

  Hi Niraj,

  Awesome job, you are doing really great by posting these songs and maintaining copyrights.

  Can I request you a song of this category?
  Could you please post the song “CHARAL CHARAL MARU CHAKDOL CHALE” this is also categorized as “BAAL GEET” but has deep meaning.

  Thanks
  Kuldeep

 9. Kuldeep
  May 5th, 2009 at 03:49 | #9

  Hi Niraj,

  I am sorry I found that song on this site.

  you can delete my previous request.

  Thanks and Regards
  Kuldeep

 10. Dr Mahendra hah
  July 15th, 2009 at 01:59 | #10

  Excellent site
  Hats of to You
  Also good for promoting gujarati language and songs
  my congratulations

  Mahendra

 11. September 11th, 2009 at 08:03 | #11

  khub khub saras maza aavi gai

 12. SHYAMAL N. SHAH
  September 12th, 2009 at 19:12 | #12

  CONGRATULATION NIRAJBHAI FOR THIS FANTASTIC GUJARATI WEBSITE.

 13. Anika
  November 2nd, 2010 at 10:24 | #13

  hi
  This site is very nice..

 14. brightnitin
  January 6th, 2011 at 09:57 | #14

  બેસ્ટ ગીત …………..આ હું તું તું તું …………………..

 15. શૈલેષભાઈ અંબાલાલ પંચાલ
  June 21st, 2021 at 10:29 | #15

  અવિનાશદાદા અને ગૌરાંગભાઈ એ તો ગુજરાતી સાહિત્ય ને ગૌરવ અપાવ્યું છે.આપનો સંગ્રહ પણ ઉચ્ચ કોટી નો છે.

 1. No trackbacks yet.