Home > ગીત, બરકત વિરાણી ‘બેફામ’, મુકેશ, લતા મંગેશકર > નૈને નૈન મળે જ્યાં છાના – બરકત વિરાણી ‘બેફામ’

નૈને નૈન મળે જ્યાં છાના – બરકત વિરાણી ‘બેફામ’

August 28th, 2008 Leave a comment Go to comments

ફિલ્મ: અખંડ સૌભાગ્યવતી
સંગીત: કલ્યાણજી-આનંદજી
સ્વર: મુકેશ, લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈને નૈન મળે જ્યાં છાના,
થાયે બંને દિલ દિવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

નૈને નૈન મળે જ્યાં છાના,
વાતો હૈયાની કહેવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર,
શાને નૈન છૂપાવો ધુંધટમાં.

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ,
મેંતો પ્રીત છૂપાવી અંતરપટમાં,
મનમાં જાગ્યા ભાવ મઝાનાં,
જાણે થઈએ એકબીજાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

મળે હાથમાં જો હાથ,
મળે હૈયાનો જો સાથ,
મને રાહ મળે મંઝીલની..

રહે સાથ કદમ હોય દર્દ કે ગમ,
દુનિયાથી જુદી છે સફર દિલની.
સાથે કોના થઈ રહેવાના,
કહી દો દિલનાં કે દુનિયાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

Please follow and like us:
Pin Share
  1. kedar
    August 28th, 2008 at 11:55 | #1

    ખુબ સરસ ગીત. મુકેશ સાથે ફીમેલ સિંગર લતા મંગેશકર છે.

  2. August 28th, 2008 at 15:05 | #2

    સરસ ગીત. બહુ બધા સમય પછી સાંભળ્યું. ગમ્યું.

  3. August 28th, 2008 at 18:59 | #3

    વાહ્..મસ્ત ગીત, વર્ષો પછી સાંભળ્યું.
    મુકેશ જોડે લતા જ લાગે છે,અને કેદાર ઉપાધ્યાયે કહ્યું તો ચોક્ક્સ જ.

  4. pragnaju
    August 29th, 2008 at 16:05 | #4

    ફરી ફરી સાંભળવું ગમે તેવું ગીત

  5. Harshad Desai
    August 31st, 2008 at 05:04 | #5

    ઘનુજ સરસ સાન્ભલિને મન આનન્દ તરબોલ થૈ ગ્યુન્!!!

  6. rasendra purani
    October 15th, 2008 at 13:39 | #6

    ખુબજ સરસ ગીત બધાને ગ્મે.

  7. madhukar
    December 5th, 2008 at 18:13 | #7

    ખુબ સ્રરસ આશાભોંસલે ના સ્વર મં સંભળવા મળે તો ગમશે.

  8. DIPAK SHAH
    December 29th, 2008 at 19:00 | #8

    “નૈને નૈન મળે જ્યાં છાના
    વર્ષો પછી સાંભળ્યું’

  9. dipti
    January 16th, 2009 at 08:22 | #9

    વરસો પહેલાના દિવસો યાદ આવી ગયા. ઘનિ નાની હતી ત્યારે સામ્ભલતી તે ગીતો રણકાર પર ફરી મલે ચે તેથી મજા આવી ગઈ.આભાર.

  10. RAJ
    January 16th, 2009 at 11:34 | #10

    મજાનુ

  11. deepak akhani
    March 6th, 2009 at 14:28 | #11

    BADO AHESAN THAI JASE. FETASTIC GREAT

  12. May 7th, 2009 at 06:20 | #12

    Fantastic site

    Make me very happy and lovely songs, what can I say!

  13. rekha
    July 6th, 2009 at 16:01 | #13

    wov, fantastic, after so long time,

  14. vinod gandhi
    March 9th, 2010 at 15:12 | #14

    THE FEMALE VOICE ON THIS BEAUTIFUL DUET IS OF NONE OTHER THAN SUMAN KALYANPUR

  15. Suresh Pandya
    October 28th, 2016 at 16:13 | #15

    Nice

  1. No trackbacks yet.