Home > ગઝલ, મનહર ઉધાસ, શૂન્ય પાલનપુરી > ગઝલ – શૂન્ય પાલનપુરી

ગઝલ – શૂન્ય પાલનપુરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

Please follow and like us:
Pin Share
  1. shweta shah
    July 18th, 2008 at 06:25 | #1

    beautiful!!!!! very touchy lyrics.

  2. Himanshu Gandhi
    December 10th, 2010 at 12:28 | #2

    ખુબ સુંદર ગઝલ , શબ્દ રચના પણ અદભુત ,મનહર ભાઈ અને શૂન્ય સાહેબે કમાલ કરી છે .વારંવાર સાંભળું છું આ ગઝલ .

  1. No trackbacks yet.