Home > દાસી જીવણ, પુરષોત્તમ ઉપાધ્યાય, પ્રાર્થના-ભજન > મનવો હુઓ રે બૈરાગી – દાસી જીવણ

મનવો હુઓ રે બૈરાગી – દાસી જીવણ

September 10th, 2008 Leave a comment Go to comments

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
મારી લય તો ભજનમાં લાગી રે.

સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..

કામને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..

મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન લાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..

રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે.
મનવો હુઓ રે બૈરાગી..

Please follow and like us:
Pin Share
  1. September 10th, 2008 at 10:29 | #1

    just superb ….!!
    nicely sung and composed…..
    wonderful song !!

  2. September 10th, 2008 at 12:36 | #2

    આભાર, સ્નેહિશ્રી નિરજભાઈ, અભિનંદન.
    આપની પ્રસાદી, સંગીત અને શબ્દો એક સાથે, સાંભળીને અને વાંચીને આનંદ થયો.
    શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ઝાંબીયામાં ૧૯૬૪ અરસામાં આવ્યા હતા એક ગાયક અને કાકાના જોક સાથે, હવે તો એ સંગીતના શીખર પર પહોંચી ગયા, એમને અને સાથે હંાબેન દવેને સાંભળી વર્ષોની યાદ તાજી થાય છે.
    આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન.

  3. pragnaju
    September 10th, 2008 at 14:49 | #3

    કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા.તેમની ભાવપ્રધાન રચના
    મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
    મારી લય તો ભજનમાં લાગી રે.
    અને પુ.ઉ.નો સ્વર ખૂ બ મ ધુ ર.
    હજુ તેમના ચ.ગુ.ના સ્વર તો ગુંજ્યા જ કરે છે!

  4. September 11th, 2008 at 14:33 | #4

    અતિ સુંદર … આટ્લુ સરસ ભજન પીરસવા બદલ અભિનંદન …!

  5. Niral Dwivedi
    September 11th, 2008 at 18:39 | #5

    ઘણાં વર્ષો પછી આ ભજન સાંભળીને ખુબ આનંદ થયો. જ્યાં શબ્દો જુદા લાગ્યા તે લીટી નીચે લખી છે.

    ========================
    સંસાર વ્હેવારનું ને સર્વે વિસરીયો

    કામને કાજનું એ કડવા રે લાગે
    ========================

    આપના પ્રયત્નો ઘણાં સારા છે અને ચાલુ રાખશો.

    નિરલ દ્વિવેદી

  6. October 18th, 2008 at 18:47 | #6

    Dear Niraj,
    Rankaar brings back our friends Voice back to the heart and mind,specially when they are away.
    Thanks to the website.

    Tulsidal.

    Rajendra

  7. madhukarg
    December 22nd, 2008 at 16:26 | #7

    ખે ખુબ સરસ ગીત. અતિ સુન્દેર અવાજ.

  8. August 24th, 2011 at 16:20 | #8

    This is Kshemu Divatia’s composition.

  1. October 18th, 2008 at 18:37 | #1