Home > આશિત દેસાઈ, ગીત, બાલુ પટેલ > જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે – બાલુ પટેલ

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે – બાલુ પટેલ

સ્વર: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !

સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.

બાલુની વિધ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે!
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

Please follow and like us:
Pin Share
  1. September 11th, 2009 at 07:05 | #1

    TRUTH OF THE LIFE

  1. No trackbacks yet.