Home > અલ્કા યાજ્ઞીક, કમલેશ સોનાવાલા, ગીત > વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે? – કમલેશ સોનાવાલા

વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે? – કમલેશ સોનાવાલા

September 23rd, 2008 Leave a comment Go to comments

સ્વર: અલ્કા યાજ્ઞીક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વહેલી સવારે હું તો ભીની થઈ,
બની ઝાકળ તું ક્યાં ક્યાં અડકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

ભીની તરબોળ થઈ પાલવ નીચોવતાં,
નૈનોનાં નીર બની ટપકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

કૂવે ગઈ’તી હું પાણીડા ભરવા,
ગાગરનાં જળમાં તું છલકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

બળબળતા તાપમાં રણમાં ખોવાણી હું,
મૃગજળનું ટીપું થઈ ચમકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

સાજનની વાટ જોઈ ચોમાસા વીતે,
એની યાદો તો રોજ રોજ વરસે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

શ્યામ તણો રંગ લઈ મેઘમાં છૂપાયો તું,
રાધા સંગ રાસ રમી મલકે,
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

Please follow and like us:
Pin Share
  1. September 23rd, 2008 at 10:44 | #1

    વાહ્… સરસ શબ્દો !!

    એની યાદો તો રોજ રોજ વરસે
    તું કેમ ના વરસે ?

  2. Aviskar
    September 23rd, 2008 at 11:57 | #2

    અવાજ સમ્ભ્દાતો નથિ

  3. pragnaju
    September 23rd, 2008 at 15:57 | #3

    શ્યામ તણો રંગ લઈ મેઘમાં છૂપાયો તું,
    રાધા સંગ રાસ રમી મલકે,
    વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?
    સરસ શબ્દો અને અલકાનો મઝાનો સ્વર

  4. dr pritesh
    September 25th, 2008 at 16:06 | #4

    ઘણો જ આનંદ આવ્યો. સુંદર ગીત

  5. Pankaj Sabhaya
    December 17th, 2016 at 06:35 | #5

    બહુજ સરસ , ખુબ મજા આવી સાંભળીને …

  1. No trackbacks yet.