Home > અજ્ઞાત, ગઝલ, મનહર ઉધાસ > માની શકો ના એવી..

માની શકો ના એવી..

September 25th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માની શકો ના એવી કથા થઈ ગયો છું હું,
તારા વિનાય જિંદગી જીવી ગયો છું હું.

આવી જશે, આવશે કાલે નહીં કદી,
એવા ઘણા ઝાંઝવા ઝીરવી ગયો છું હું.

સૂરજ વિષેનો ભાસ તો શાયદ થયો તો પણ,
આંખો મીંચી શહેરથી નીકળી ગયો છું હું.

તારી ગલીની રાહ એ ઘટના નથી હવે,
કોને કહું કે ક્યારનો અટકી ગયો છું હું.

મૃત્યુ વિષેની વાત તો કૈલાસથી છે,
રસ્તામાં અર્ધે આવતાં થાકી ગયો છું હું.

Please follow and like us:
Pin Share
  1. September 25th, 2008 at 13:12 | #1

    ખુબજ સુન્દર કર્ય થૈ રહ્યુ ચ્હે. ચો ક્કસ્પને નવિ પેધિ ને પન પ્રોત્સહન મલ્શે. આગલ ધપો.. પ્રભ્ુ અને નર્ ન!ર!યન સથે ચ્હે……

  2. pragnaju
    September 25th, 2008 at 15:17 | #2

    મનહરના સ્વરમા કેવી સરસ લાગે ગઝલ્

  3. September 27th, 2008 at 06:02 | #3

    મક્તામાઁ જ નામનો ઉલ્લેખ છે,એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે,આ જનાબ કૈલાસ પઁડિતની ગઝલ છે.

  4. September 28th, 2008 at 08:14 | #4

    કોને કહુ કે ક્યાર નો અટકિ ગયો છુ.શબ્દો અને સ્વર નો સરસ સન્ગમ્.
    મિઠુ મધુરુ.
    સારુ લાગે છે.

  1. No trackbacks yet.