Home > કાંતિ અશોક, ગરબા-રાસ, પ્રફુલ્લ દવે, હર્ષિદાબેન રાવળ > મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

October 1st, 2008 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે, હર્ષિદાબેન રાવળ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે..

પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

અંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ
કમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

રેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ
મશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

દલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..

Please follow and like us:
Pin Share
  1. October 1st, 2008 at 13:29 | #1

    વાહ..ખુબ સરસ..

    મેહેરબાની કરી નીચે ના શબ્દો મા મદદ્ કરશો ?

    ૧. હાલાજી તારા હાથ્ વખાનુ
    ૨. ઍકે કાલજા મા કરવત કોરાવી અને… શ્યામ તને રાધા ગમે કે ગમે મીર
    ૩. રાધા શ્યામ રમે ગોકુલ મા રાસ.. ગોપીઓ ઘુમતી રે પાસ્..

    આપનો ખુબ આભાર્..

  2. pragnaju
    October 1st, 2008 at 14:54 | #2

    મારો સોનાનો ઘડૂલો રે
    હા પાણીડા છલકે છે.
    ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
    ગોરું મુખલડું મલકે રે..
    મઝાની રચનાની
    ખૂબ મધુરી ગાયકી

  3. October 4th, 2008 at 17:01 | #3

    yoir garba selection is excellent.I enjojoyed listening to them .Keep up the good work.

  4. October 13th, 2008 at 22:32 | #4

    ગરબો અને પ્રફુલ એ એકબિજા ના પુરક છે.ખુબજ સુંન્દર ગરબો

  5. August 9th, 2009 at 13:07 | #5

    your collection of songs is superb. KUDOS to you for coming out with this web-site.

  6. VINAYAK YAJNIK
    September 12th, 2009 at 21:15 | #6

    EXCELLANT. REALLY ENJOID.

  7. September 25th, 2009 at 20:54 | #7

    ઈ અમ વેર્ય ઇમ્પ્રેસ્સેદ બ્ય થે સેલેતિઓન ઓફ અલ્લ યોઉર સોન્ગ્સ્ ૅ ક્ષેલ્લેન્ત્ પ્લિએઅસે કેીપ ઉપ થે ગોૂદ વોર્ક્

  1. No trackbacks yet.