Home > ઉમાશંકર જોશી, ગીત, દેશ ભક્તિ, સૌમિલ મુન્શી > મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

October 2nd, 2008 Leave a comment Go to comments


(ચિત્ર સૌજન્ય: ગાંધીદર્શન)

સ્વરઃ સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

Please follow and like us:
Pin Share
  1. Kanubhai
    October 2nd, 2008 at 09:20 | #1

    સોમિલ મુન્શીનો શ્યામલ મેઘ અવાજ અને સુંદર સ્વરાંકન ગીતના ભાવને અનુરુપ છે.શબ્દો સાથે લીધેલી છુટ બરાબર ન કહેવાય.
    કનુભાઈ સૂચક

  2. October 2nd, 2008 at 09:46 | #2

    વાહ્… નીરજ !!
    સુંદર પસંદગી…

    આ રચનાને સ્વરબદ્ધ કરી છે તેની જાણ જ ન’તી.
    અદ્.ભૂત શબ્દો,સૂર,સ્વરાંકન…
    ગાંધીજીનાં જન્મદિનની સરસ ભેટ રણકાર તરફથી…?!!

  3. October 2nd, 2008 at 10:32 | #3

    વાહ ખુબ સરસ્… ! સુંદર શબ્દો.. અભિનંદન … અમને આ ભેટ આપવા બદલ …

  4. Nautam Rajpara
    October 2nd, 2008 at 19:13 | #4

    સાચે સમયે યોગ્ય વાત બહુજ મીઠી લાગે છે. આભાર

  5. pragnaju
    October 2nd, 2008 at 20:15 | #5

    સાંપ્રત સમયમાં પણ એટલો જરુરી ,ખૂબ સુંદર સ્વરમાં,પૂ. બાપુનો અમર સંદેશ

  6. Rekha Sindhal
    October 2nd, 2008 at 22:33 | #6

    ખુબ સરસ ! પ્રસંગને અનુરૂપ અને વળી સુલભ્ય. આભાર !

  7. VINAY MERCHANT
    October 3rd, 2008 at 00:13 | #7

    Very nice
    Apropriate for GANDHI JAYANTI

  8. radhe
    October 3rd, 2008 at 08:51 | #8

    ખુબજ સરસ પ્રસન્ગ આનુરુપ ગીત

  9. October 7th, 2008 at 04:10 | #9

    નીરજભાઈ,
    સૌપ્રથમ તો આ સુંદર ગીત સંભળાવવા બદલ આભાર. આજના જમાનામાં જ્યારે લોકોને પોપ્યુલર ગીતો જ ગાવા ગમે, સ્વરબદ્ધ કરવા ગમે, તેવા સમયમાં સૌમિલભાઈએ ગાયેલું આ સુંદર ગીત સાંભળી ખરેખર આનંદ થયો. Please convey our compliments to him for this song. Hope to hear more such ‘durlabh’ songs on rankaar in future.

  10. October 13th, 2008 at 22:30 | #10

    નિ.,
    સાચા સમયે યોગ્ય રજુવાત એટલે જ રણંકાર

  11. shah priti
    March 21st, 2012 at 02:06 | #11

    aa swarankan swa paresh bhatt nu yaadgaar swarankan chhe khub nani ummare aapan ne chhodi gayela pareshbhai e adbhut swaranka no aapyaa chhe

  1. No trackbacks yet.