Home > અશ્વૈર્યા મજમુદાર, પ્રાર્થના-ભજન, સુરેશ દલાલ > મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

October 24th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

અરધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ શ્યામનો સરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

Please follow and like us:
Pin Share
  1. Ami
    October 24th, 2008 at 12:09 | #1

    મારુ અત્યન્ત ગમતુ ગીત, ખૂબ જ ભાવપૂર્ણ રીતે ગવાયેલુ.

  2. pragnaju
    October 24th, 2008 at 16:39 | #2

    કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
    ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે
    સર્વાંગ સુંદર સુરેશ દલાલની રચના
    અને
    મધુરી ગાયકી

  3. October 24th, 2008 at 17:10 | #3

    સવાર સુધરી ગઈ, નીરજભાઈ ! અને જેની સવાર સુધરી એનો દિવસ સુધર્યો ખરૂંને ?
    ખુબ ખુબ આભાર ! કવિ અને ગાનાર બંને શ્રેષ્ઠ !

  4. October 24th, 2008 at 17:13 | #4

    આ ગીત જેટલું સુંદર લખાયુ તેટલુંજ ગાઈને આ ગાયકે મારા મનને જીતીલીધુ છે!

  5. October 25th, 2008 at 02:57 | #5

    ગીત બહુ જ સુન્દર લખાયુ છે.
    એક એક શબ્દ મન ને સ્પર્શિ ગયો.
    મીરા નિ તો આખિ જિન્દગિ આ નાના એવા ગીત મા આવિ ગઇ.
    મન ને સ્પર્શિ ગયુ.
    સરસ.

  6. Pankaj Gandhi
    October 25th, 2008 at 03:31 | #6

    દોસ્તો,
    આ નાનકડી અમ્દાવાદ ની ગાયીકા દિકરી ઐશ્વ્રર્યા મજુમદાર્..ક્યારેક રીતસર રડાવા મા મદદ કરે છે…ક્યારેક રુબરુ સામ્ભળવા નુ મળે તો ચુકતા નહિ…કાલે લ્્મી પુજન છે..પણ આજે..આવી સક્ષત સરસ્વતી દેવી ને પણ પૂજી લિધી…આભાર્

    પંકજ ગાંધી
    ગંધીનગર

  7. October 25th, 2008 at 05:25 | #7

    અદ્ ભૂત… !!
    no words…….!!

  8. kedar
    October 27th, 2008 at 19:50 | #8

    ખૂબ ખૂબ સરસ ગીત.
    જાણે ઐશ્વર્યા માટે જ બનાવ્યું હોય તેવું લાગે છે.
    અદ્ભુત ગાયકી…
    ખૂબ સરસ શબ્દો.

  9. November 13th, 2008 at 01:31 | #9

    good bhajan so many time heard bhajan. good words,good singer

  10. Jigisha Mehta
    December 4th, 2008 at 18:54 | #10

    Beautiful song.
    Singer’SAKSHAT SARSVATI’

  11. December 30th, 2008 at 09:51 | #11

    ગીત અને સ્વર બન્ને સુંદર છે.

  12. December 5th, 2010 at 12:38 | #12

    દલાલ સાહેબ એટ હીસ બેસ્ટ

  13. nitin talati
    August 24th, 2012 at 01:55 | #13

    સાચે જ નાનકડી,ગુજરાત ને ગૌરવ અપાવે તેવી દીકરી નું આ હૃદય પૂર્વક નું ગાયેલું ગીત રડાવી ગયું.સાક્ષાત કોયલ નો ટહુકો.ખુબ પ્રગતિ થાય

  1. October 27th, 2008 at 15:22 | #1