Home > ઓજસ પાલનપુરી, ગઝલ, મનહર ઉધાસ > બીજી તો કોઈ રીતે – ઓજસ પાલનપુરી

બીજી તો કોઈ રીતે – ઓજસ પાલનપુરી

November 5th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.”

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    November 12th, 2008 at 17:03 | #1

    તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
    ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

    ‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
    દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.
    ખૂબ સુંદર મનહરના સ્વરમા

  2. Trilok
    March 27th, 2010 at 17:59 | #2

    મનહરભાઈ જે રીતે ગુજરાતી ગઝલો ને એમનો મખમલી સ્વર આપે છે , દરેક ગઝલ હવે તો નવી જિંદગી મેળવતી જાય છે.
    મારા પોતાના જ શબ્દો માં મનહરભાઈ અને ઓજસ પાલનપુરી માટે કહું તો,
    ઈચ્છા પૂર્ણ થઇ ગઝલ ની સૌ ના દિલ માં રેહવાની, જયારે આકાશ થી એક તારો ખર્યો,
    આપના માટે જ કર્યું એનું સર્જન ઓજસે અને મનહરે એના માં પ્રાણ પૂર્યો.

  1. No trackbacks yet.