Home > ઉદય મઝુમદાર, નરસિંહ મહેતા, પ્રાર્થના-ભજન > ભૂતળ ભક્તિ – નરસિંહ મહેતા

ભૂતળ ભક્તિ – નરસિંહ મહેતા

November 13th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઉદય મઝુમદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂતળ ભક્તિ..

હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ..

ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે;
ધન્ય ધન્ય એનાં માતપિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂતળ ભક્તિ..

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. ભૂતળ ભક્તિ..

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે;
કાંઈએક જાણે વ્રજની વનિતા : ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ..

Please follow and like us:
Pin Share
  1. November 13th, 2008 at 15:18 | #1

    નરર્સિહ અને મીરાંના ભજનો એટલે અમૃતની સરવાણી. અતિ મધુર. આભાર નીરજભાઈ !

  2. pragnaju
    November 13th, 2008 at 17:20 | #2

    વેદોનો સાર…મધુરી વાણીમા

  3. KANTI PRAJAPATI
    March 26th, 2013 at 15:43 | #3

    આજે બીજા નરસિહ ની જરૂર છે ………………..અને રાષ્ટ્ર ને બદલી શકે તેવા શિવાજી ની …….

  1. No trackbacks yet.