Home > અમર ભટ્ટ, ગીત, ધ્રુવ ભટ્ટ > ચાલ સખી પાંદડીમાં – ધ્રુવ ભટ્ટ

ચાલ સખી પાંદડીમાં – ધ્રુવ ભટ્ટ

December 4th, 2008 Leave a comment Go to comments

સ્વર: અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર,
જતાં આવતાં જુવાળ ભલે કોતરે;
સુખ સાથે આપણો તો જળનો સંબંધ,
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ,
કાંઠો છોડીને હવે ઝૂકીએ;
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ,
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા,
એ વાતો અકબંધ મને યાદ છે;
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો,
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય,
એવી લાગણીને કેમ રે ઉવેખીએ;
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે,
ચાલ સખી એક વાર મૂકીએ.

Please follow and like us:
Pin Share
  1. December 4th, 2008 at 14:29 | #1

    વાહ્…. !!

  2. pragnaju
    December 4th, 2008 at 17:39 | #2

    ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની
    જેમ ફરી જિંદગીને મૂકીએ,
    ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
    કે લાગણી ગણાય એમ પૂછીએ.
    ખૂબ સુંદર

  3. Rakesh
    December 4th, 2008 at 21:49 | #3

    Beautiful poetry but the singer is terrible! I think he is trying too much and bad voice.Sorry.

  4. Shivani
    December 5th, 2008 at 06:49 | #4

    Khub Sundar!
    Aabhar!

  5. jay shah
    December 7th, 2008 at 17:21 | #5

    તારી આંખ નો અફીણી તારા બોલ નો બંધાણી
    તારા રૂપની પુનમ નો પાગલ એક્લો
    તાલ પુરાવે દીલ ની ધડકણ પ્રીત બજાવે પાવો તારી મસ્તી નો મતવાલો મોહન એક્લો!

  6. MAYUR MARU
    December 27th, 2008 at 12:07 | #6

    tervaa no sparsh e ghatnaa kahevaay ke pachhi
    laagani ganaay em puchhiye…… how touching !

  1. No trackbacks yet.