Home > દિપાલી સોમૈયા, પ્રાર્થના-ભજન, મીરાંબાઈ > મુખડાની માયા લાગી રે – મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે – મીરાંબાઈ

December 10th, 2008 Leave a comment Go to comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે..

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ કાચું, પરણી ને રંડાવું પાછું
તેને તો શીદ જાચું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો
મેં તો કરસાયો તારો રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

મીરાંબાઈ બલિહારી, આશા મુને એક તારી
સંસારથી રહી ન્યારી રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

Please follow and like us:
Pin Share
  1. December 30th, 2008 at 09:24 | #1

    રેકોર્ડિગ બરાબર નથી થયું. ચેક કરજો.

  2. December 31st, 2008 at 11:39 | #2

    મારુ પ્રિય ભજન .. આભાર ..

  3. Dinesh
    March 3rd, 2009 at 03:16 | #3

    હલ્લો નિરજભાઇ,
    દિપાલી સોમૈયાએ ગાયેલું ભજન “મુખડાની માયા લાગી રે” બફર થતું જ નથી મને તે
    ખૂબ પસન્દ છે બની શકે તો તેમાં જરુરી ફેરફાર કરવા નમ્ર સૂચન છે

  4. ashutosh
    September 7th, 2009 at 18:41 | #4

    great exhibition by deepali . marvellous singing

  1. No trackbacks yet.