Home > અરૂણ દેશાણી, ગઝલ, મનહર ઉધાસ > હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી

હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો
નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો
હળવે હાથે હથેળી ઉપર….

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું
ભેલ સરીખું અળગું ક્યારે મળશો ક્યાં એ સ્થાન લખી દો
હળવે હાથે હથેળી ઉપર….

એકલતાનું ઝેર ભરેલાં વિંછી ડંખી લે તે પેહલાં
મારે આંગણ સાજન ક્યારે લઇ આવો છો જાન લખી દો
હળવે હાથે હથેળી ઉપર….

બહુ બહુતો બે વાત કરીને લોકો પાછા ભુલી જાશે
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લેઆમ લખી દો
હળવે હાથે હથેળી ઉપર….

Please follow and like us:
Pin Share
  1. Ketul Jhatakia
    December 11th, 2017 at 10:02 | #1

    ખૂબ સરસ રચના….

  1. No trackbacks yet.