Home > ગઝલ, ધનાશ્રી પંડિત, શૂન્ય પાલનપુરી > હું નથી પૂછતો ઓ સમય – શૂન્ય પાલનપુરી

હું નથી પૂછતો ઓ સમય – શૂન્ય પાલનપુરી

December 12th, 2008 Leave a comment Go to comments

સ્વર: ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું નથી પૂછતો ઓ સમય કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના ‘શૂન્ય’ આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    December 12th, 2008 at 14:55 | #1

    મને બહુ જ ગમતી ગઝલ. નકારાત્મક હોવા છતાં સુધારા માટે પ્રેરણા આપતી ગઝલ.

  2. December 12th, 2008 at 15:27 | #2

    સુંદર ગઝલ. નીરજભાઈ, મુખડાની માયા તો મેં તુરંત વારંવાર સાંભળીને મનમાં તમારો આભાર માન્યો.અહીં લખવાનુ સમયની તાણને કારણે ઘણીવાર રહી જાય પણ તમારી ગીત અને ગઝલની પસંદગી બહુ સરસ હોય છે.

  3. Ramesh Davda
    December 12th, 2008 at 16:49 | #3

    Shoonyabhaini Gazalma hamesha agadh oondan hoye chhe.Jaane ke tema doobi jaiye !!

  4. December 12th, 2008 at 18:44 | #4

    વાહ્… ધનાશ્રીને બહુ દિવસે સાંભળ્યા…
    આનઁદમ્…. !!

  5. VINAY
    December 12th, 2008 at 22:07 | #5

    EXCELENT WORDINGS
    Just keep on listening

  6. Naishadh Pandya
    December 14th, 2008 at 09:00 | #6

    ખુબસુરત ગ઼જઃલ નિ એટલિજ ખુબસુરત રજુઆત એકદમ જિગરથિ ગાવાયેલિ

  7. DIPAK SHAH
    December 29th, 2008 at 18:31 | #7

    તમારી ગીત અને ગઝલની પસંદગી બહુ સરસ હોય છે.મને બહુ જ ગમતી ગઝલ
    ધનાશ્રીને સાભળવાનિ મજા આવિ

    દિપક

  8. December 31st, 2008 at 11:43 | #8

    સુંદર શબ્દો…

  9. Virendra Patel
    April 30th, 2009 at 02:26 | #9

    આત્મ પુજયા વિના સુન્ય આરો નથિ
    એક ઇશવર ને માતે મમત કેતલા ,શ્રદ્ધા ને માતે ધરમ કેતલા
    આ શબ્દો ને સમજવા કોન પ્રયત્ન કરશે

  10. Shweta
    July 13th, 2009 at 10:58 | #10

    ખુબ સુન્દર …. ખોવઈ જવાય એવિ ….

  11. shraadha
    December 22nd, 2009 at 08:03 | #11

    i agree with shweta…

  12. kunal
    January 3rd, 2010 at 12:15 | #12

    ગઝલ lakhvi kadach saheli hashe, parantu tene samjvi etlij aghri che, Gujrati gazalo ne ek kagal ma vachi ne angat jivan sathe sarkhavvi ghani aghri che, Jo aa surila kanthoe jo ene Swar badhh na kari hot to Kyay Lupt thai gai hot, Abhar che sarv Gazal Gayko ne.

  13. A A PRAJAPATI
    September 1st, 2019 at 07:17 | #13

    ખૂબ મઝા આવી સરસ ખરે ખરે ખોવાઈ ગયો
    જિંદગીમાં સમજવા જેવા સંદેશા કોણ લે છે
    ખૂબ ખૂબ આભાર ગઝલ તો ખૂબ સરસ છે બે મત નથી
    પરંતુ શું રજુઆત છે માનવું પડશે ધનાશ્રી ના સ્વર માટે
    ખૂબ ખૂબ અભિનંદન

  14. Jignesh
    July 10th, 2020 at 07:46 | #14

    Could please launch android and ios app

  1. No trackbacks yet.