Home > જહાનવી શ્રીમાંનકર, પન્ના નાયક > તારા બગીચામાં રહેતી ગઈ – પન્ના નાયક

તારા બગીચામાં રહેતી ગઈ – પન્ના નાયક

April 28th, 2009 Leave a comment Go to comments

સ્વર: જ્હાનવી શ્રીમાંનકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા બગીચામાં રહેતી ગઈ
ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ,
કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ
ને યાદ કરતી ગઈ,
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
———————————————-
આ ગીત કવિયીત્રીનાં પોતાના સ્વરમાં સાંભળો: ઊર્મિસાગર
તેમની અન્ય રચનાઓ માણો: વિદેશિની

Please follow and like us:
Pin Share
  1. M.D.Gandhi, U.S.A.
    April 28th, 2009 at 16:30 | #1

    ઊર્મિસાગરની સાઈટ ઉપર જઈને ગીત સાંભળ્યું. બહુ મજા આવી ગઈ. તમે કોક કોક વાર વધારે સારા ગીતો આપી દો છો ખરા. સાંભળવાની પણ મજા પડે. મન ખુશ ખુશ થઈ જાય.

  2. April 29th, 2009 at 12:37 | #2

    વાહ્….. !!
    મારું ગમતું ગીત … !!

  1. No trackbacks yet.