Archive

Click play to listen all songs in ‘રાજેન્દ્ર શાહ’ Category
This text will be replaced by the flash music player.

નિરુદ્દેશે સંસારે – રાજેન્દ્ર શાહ

May 25th, 2011 2 comments

સ્વરાંકન: અજીત શેઠ
સ્વર: હરિહરન

નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,
મુજ મુગ્ધ ભ્રમણ પાશુંમલિન વેશે

ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ
મન મારું લઇ જાય ત્યાં જવું પ્રેમ ને સન્નીવેશે
નિરુદ્દેશે સંસારે..

પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાંજ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી
હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે
નિરુદ્દેશે સંસારે..

taintedsong.com taintedsong.com taintedsong.com

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

May 24th, 2011 No comments

સ્વરાંકન / સ્વર: અમર ભટ્ટ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં:
કોણ ને એ મ્હોતી,
ને નેણભરી જોતી?
કે ચાંદલો બંધાણો પાણીના પાશમાં,
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

તમરાંએ ગાન મહીં
વાયરાને કાન કહી
વંન વંન વાત વહી,
‘ઢૂંઢતી એ કોને રે આટલા ઉજાશમાં ?’
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

અંકમાં મયંક છે,
ન તો ય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શી બ્હાવરી બનેલ અભિલાષાના હુતાશમાં!
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

taintedsong.com taintedsong.com taintedsong.com

ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

January 27th, 2010 10 comments

સ્વરાંકન / સ્વર: પ્રહેર વોરા

ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર.

ભારનું વાહન કોણ બની રહે નહીં અલુણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન.
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ.
નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર.
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર,
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

—————————————–
સાભાર: ઊર્મિસાગર

taintedsong.com taintedsong.com taintedsong.com

ના બોલાય રે ના બોલાય – રાજેન્દ્ર શાહ

January 7th, 2009 1 comment

સ્વર: અલ્કા યાજ્ઞિક

ના બોલાય રે ના બોલાય
એક અમી ભરપુર ઉરે તવ સોમલ કેમ ઘોળાય રે..
ના બોલાય રે..

તારે હાથે પ્રીય મેં જ ધર્યો હતો મહેંદી એ રંગીન હાથ,
અંગથી અંગ અડાડી ભર્યા નીલ કુંજ મહીં ડગ સાત.
રંગ સુગંધની સોડ તણી અવ વાદ કેમ ખોલાય રે..
ના બોલાય રે..

સ્હેજ અડી મૃદુ આંગળી ત્યાં રણકે મધુરો ઝણકાર,
એજ વીણા તણી તાંત તૂટી, બનીયો મુક રે અવતાર.
પાણી મહીં નહીં, આસું મહીં નહીં ઠાલવું અંતર આજ,
આગની સંગ ઉમંગ ભર્યો લહુ જીવનનો અનુરાગ.
પ્રેમપ્રીયા તવ પૂજન ભૂલશો આજમાં કેમ રોળાય રે..
ના બોલાય રે..

taintedsong.com taintedsong.com taintedsong.com