Archive

Click play to listen all songs in ‘અજ્ઞાત’ Category
This text will be replaced by the flash music player.

આટલું તો આપજે ભગવન..

November 26th, 2009 16 comments

સ્વર: ચિત્રા શરદ, દીક્ષિત શરદ

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.

જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં,
અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી.

જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં,
આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી.

મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં,
આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.

taintedsong.com taintedsong.com taintedsong.com

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો..

September 26th, 2009 5 comments

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો,
માં તારો સોના રૂપાનો બાજોઠીયો.

પહેલી પોળમાં પેસતાં રે સામાં સોનીડાના હાટ જો
સોનીડો લાવે રૂડાં ઝૂમણાં રે મારી અંબામાને કાજ જો.
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

બીજી તે પોળમાં પેસતાં રે સામાં વાણીડાના હાટ જો,
વાણીડો લાવે રૂડી ચૂંદડી રે મારી બહુચરમાને કાજ જો.
બહુચરા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ત્રીજી તે પોળમાં પેસતા રે સામાં મણીયારાના હાટ જો,
મણીયારા લાવે રૂડી ચૂડલી રે મારી કાળકામાને કાજ જો.
કાળકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ચોથી તે પોળમાં પેસતાં રે સામાં માળીડાના હાટ જો,
માળીડો લાવે રૂડાં ગજરા રે મારી રાંદલમાને કાજ જો.
રાંદલ તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

taintedsong.com taintedsong.com taintedsong.com

માથે મટુકડી..

September 25th, 2009 7 comments

માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..

સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..

સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..

સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..

સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વા’લા..

taintedsong.com taintedsong.com taintedsong.com

મળવું લાગે મીઠું મીઠું…

September 17th, 2009 2 comments

સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: જનાર્દન રાવલ

મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું
દિલનો દરિયો આંખે ઉછાળે તો લાગે કૈંક દીઠું.
મળવું લાગે મીઠું મીઠું..

કપરી કેડી કાંટ-ઝાંખરા, અંધકાર ને આંધી,
એવામાંય મળી જાય એ ગાંઠ એમ છે બાંધી.
ભવની ભાંગે ભૂખ બોર જ્યાં એનું મળે અજીઠું.
મળવું લાગે મીઠું મીઠું..

taintedsong.com taintedsong.com taintedsong.com

ભૂલું ભૂતકાળ તોયે..

September 8th, 2009 4 comments

સ્વર: ગીતા દત્ત

ભૂલું ભૂતકાળ તોયે કાલ જેવો યાદ આવે છે,
તૂટેલા તારમાં દિલદારના દર્શન કરાવે છે.

જગતનું વેર વ્હોરીને, કર્યું વ્હાલું મેં કોઈને,
એ કોઈ આજે કોઈનું થઈને રિબાવે છે.

પ્રણય કેરી વફાઈમાં છુપાઈ બેવફાઈ છે,
બનીને બહાનું હસવાનું રૂદન આંસુ વહાવે છે.

બહુ વર્યું છતાં આંખડીએ આંસુડું સાર્યું,
એ આંસુઓ પણ આગની જવાળા જગાવે છે.

અરે કિસ્મત પૂછું તુજને પાયું છે ____ કોનું?
બનાવી બાવરી મુજને હવે કોને બનાવે છે?

taintedsong.com taintedsong.com taintedsong.com

કો’ક દિ ફુરસદ મળે તો…

August 25th, 2009 4 comments

સ્વર: મનહર ઉધાસ

“જીવનમાં જ એની કબર થઈ ગઈ છે,
છું મારવાનો એવી ખબર થઈ ગઈ છે.
નથી શક્ય રજનીનું મળવું ઉષાથી?
સલામ આખરી કે સફર થઈ ગઈ છે.”

કો’ક દિ ફુરસદ મળે તો લે ખબર,
દિલ ઉપર વીતે છે શું તારા વગર?

પાનખરમાં પણ બહાર આવી ગઈ,
પ્રેમગીતોની અનોખી છે અસર.

આંખમાં તુજ યાદના આંસુ ન હો,
એક પળ વીતી નથી એવી પ્રહર.

એજ છે ‘રજની’ દીવાનો જોઈ લો,
ગાય છે જે ગીત ઉષાનાં દરબદર.

taintedsong.com taintedsong.com taintedsong.com

આજ વગડાવો વગડાવો…

August 11th, 2009 7 comments

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

taintedsong.com taintedsong.com taintedsong.com

ભિક્ષા દેને મૈયા પિંગળા..

August 6th, 2009 13 comments

સ્વર: પ્રફુલ દવે, વિધિ મહેતા

ભિક્ષા દેને મૈયા પિંગળા,
જોગી ઉભો છે તારે દ્વાર.. મૈયા પિંગળા..

ભેખ રે ઉતારો રાજા ભરથરી,
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી..

કેમ રે જોવાશે ભેખ તમારો,
ખાવું ઝેર કટાર,
કેસર ચંદન છોડીને આવ્યા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી..

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થતું,
કરનારો કિરતાર
કંચનશી કયા રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..

રંગ રેલાવો રાજા રણ મહેલમાં
રળવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..

જંગલના જોગી તો જંગલમાં ભટકે,
શોભે નહીં સંસાર
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થવા ભવસાગર પર.. મૈયા પિંગળા..

taintedsong.com taintedsong.com taintedsong.com

ગુંજો ગુંજો રે…

July 24th, 2009 4 comments

સ્વર: ચિત્રા શરદ અને કલાવૃંદ (શચિ ગ્રુપ)
સંગીત: દીપેશ દેસાઈ

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

હશે કોઈ ચૂક મારા કરતુતમાં એવી,
એ છેટુ પડે રે લગાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

આથમતા દિનનું અજવાળું ઢળતું,
કાયાનું કોડિયું ને રાત્યું સળગતું,
માથે ગઠરિયાનો ભાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

taintedsong.com taintedsong.com taintedsong.com

પંડિત ચાલ્યા જાય છે…

July 22nd, 2009 10 comments

પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
પગમાં જૂનાં જૂતાં પહેરી પંડિત ચાલ્યા જાય છે.

આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે
તડાક કરતા કેરી તૂટી ટાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે.

ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે.
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થાય છે.

આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com