Archive

Click play to listen all songs in ‘કમલેશ સોનાવાલા’ Category
This text will be replaced by the flash music player.

નૈનોથી જ્યાં મેં જોયા – કમલેશ સોનાવાલા

October 10th, 2008 6 comments

સ્વર: શાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈનોથી જ્યાં મેં જોયા તમે દિલમાં વસી ગયા,
બંઘ કર્યા નયન તો તમે પાછા મળી ગયા.

આકાશની બુલંદિમાં તમે ક્યાં ક્યાં છૂપી ગયા,
સૂરજ ઢળી ગયો તો સિતારામાં ભળી ગયા.

જીવનની કપરી વાટમાં તમે સંતાઈ ક્યાં ગયા?
પુષ્પોની મહેક આવતાં અમે કાંટા ભૂલી ગયા.

લાગ્યું છે આ ગ્રહણ કે તમસમાં ભળી ગયા,
ઝુલ્ફો ઉઠાવો ત્યાં જ તમે ચાંદ થઈ ગયા.

મારી ગઝલ કિતાબમાં તમે અકબંધ થઈ ગયા,
બાકી રહેલા પાનાં ભલે કોરાં રહી ગયા.

taintedsong.com taintedsong.com taintedsong.com

વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે? – કમલેશ સોનાવાલા

September 23rd, 2008 5 comments

સ્વર: અલ્કા યાજ્ઞીક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વહેલી સવારે હું તો ભીની થઈ,
બની ઝાકળ તું ક્યાં ક્યાં અડકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

ભીની તરબોળ થઈ પાલવ નીચોવતાં,
નૈનોનાં નીર બની ટપકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

કૂવે ગઈ’તી હું પાણીડા ભરવા,
ગાગરનાં જળમાં તું છલકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

બળબળતા તાપમાં રણમાં ખોવાણી હું,
મૃગજળનું ટીપું થઈ ચમકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

સાજનની વાટ જોઈ ચોમાસા વીતે,
એની યાદો તો રોજ રોજ વરસે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

શ્યામ તણો રંગ લઈ મેઘમાં છૂપાયો તું,
રાધા સંગ રાસ રમી મલકે,
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

taintedsong.com taintedsong.com taintedsong.com

એક ટીપું બનીને – કમલેશ સોનાવાલા

August 8th, 2008 9 comments

સ્વર: સાધના સરગમ, નીતિન મુકેશ, સુદેશ ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ૐ નમઃ શિવાય..
ૐ જીવનનો મર્મ છે, ૐ જીવનનો ધર્મ છે;
ૐ બ્રહ્મનો તાગ છે, ૐ જીવનનો સાર છે

એક ટીપું બનીને મારે રહેવાનું છે તારા ધોધમાં,
સૂરોથી સજવાનું છે, ગીત ગાવાના છે,
ઊછળી ઊછળીને નાચ કરવાના છે તારા ધોધમાં.
એક ટીપું બનીને..

સાંજ ને સવારના કોમળ તડકામાં આસમાને રંગ મહેંદી રંગાવીને,
અને રઢીયાળી રાતડીમાં રમવા રાસે ચન્દ્રકિરણોની ચૂંદડી ચમકાવીને ,
વાંસલડીના નાદમાં ઘેલી થઈને કૃષ્ણ સંગે રહીને મારે રહેવાનું છે તારા ધોધમાં.
એક ટીપું બનીને..

ઉપરથી પડું એવો શ્વેત થઈ જાઉં ને ધુમ્મસની જેમ હું એવો વીખરાઉં,
ને શિવનું ધનુષ્ય બની એવો છવાઉં ને બ્રહ્મ તણા નાદનું રટણ કરતો જાઉં,
આકાશનું કહેવું કે તારે મોડું થયું આવ પાસે મારી ક્યાં સુધી રહેવું છે આ ધોધમાં.
એક ટીપું બનીને..

taintedsong.com taintedsong.com taintedsong.com

અમારા બધાં સુખ – કમલેશ સોનાવાલા

July 28th, 2008 4 comments

સ્વર: ભુપિન્દર સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંધ્યાના નભમાં છે લાલી શરાબી,
પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી.

અમારા બધાં સુખ તમોને મુબારક,
મહેલોની મહેફિલ તમોને મુબારક;
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
સાગરના મોતી તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કમલ તણી યાદોનાં ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યાં’તાં ને પંકમાં બીડાયાં;
બહારોની બરકત તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

taintedsong.com taintedsong.com taintedsong.com

ઝુલ્ફો તમારી જો – કમલેશ સોનાવાલા

July 15th, 2008 9 comments

સ્વર: પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝુલ્ફો તમારી જો એક રાત બની જાય,
ને નાજુક આ ચહેરો જો ચાંદ બની જાય;
ને હાસ્ય તણા મોતી સિતારા બની જાય,
તો કલમ તણી સ્યાહી મારી ગઝલ બની જાય.

હરિયાળીમાં પુષ્પો ને પાન બની જાય,
ને ભમરા તણું ગુંજન તારું ગાન બની જાય;
ને ટહુકા કોયલની મધુર તાન બની જાય,
ને આપણો આ રસ્તો વૃંદાવન બની જાય.

જો શમણાં તમારા એક શામ બની જાય,
તો શામે મુહબ્બત તારું નામ બની જાય;
ને નશો તારા નામનો મુકામ બની જાય,
તો શમણા તણી ઉંમર ખય્યામ બની જાય.

હથેળીમાં મહેંદીની ભાત બની જાય,
તમે તો જો બોલો તો ગીત બની જાય;
તમે જો ન બોલો તો પ્રીત બની જાય,
ને વણબોલી આ વાણી સંગીત બની જાય.

taintedsong.com taintedsong.com taintedsong.com