Archive

Click play to listen all songs in ‘મનહર ઉધાસ’ Category
This text will be replaced by the flash music player.

ખરું કહું તો – અમૃત “ઘાયલ”

February 21st, 2014 8 comments
આલ્બમ:અદ્દભુત
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દોસ્ત એટલો જ ફરક છે,
આ અગરબત્તીને માણસમાં
એક બળીને સુગંધ આપે છે,
એક સુગંધ જોઈને બળે છે.
– “દોસ્ત”

ખરું કહું તો એ કંટક નથી, ગુલાબ નથી
જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી

ખરાબ દ્રષ્ટિથી ભાસે છે, સારૂં વિશ્વ ખરાબ
નજર ખરાબ નથી તો, કોઈ ખરાબ નથી

તને પીતાં નથી આવડતો, મુર્ખ મન મારા
પદાર્થ એવો કયો છે, કે જે શરાબ નથી

વિજય પરસ્તને, “ઘાયલ”, હું કેમ સમજાવું?
કે કામિયાબ હકીકતમાં, કામિયાબ નથી.

taintedsong.com taintedsong.com taintedsong.com

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

December 16th, 2013 11 comments
આલ્બમ:અદ્દભુત
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ
વીત્યાં વર્ષોની, પળેપળ વાંચીએ

છે જુનો કાગળને, ઝાંખા અક્ષરો
કાળજીથી ખોલીને, સળ વાંચીએ

પત્ર સૌ પીળા પડ્યા, તો શું થયું
તાજે તાજું છાંટી, ઝાકળ વાંચીએ

કેમ તું રહીરહીને, અટકી જાય છે
મન કરી કઠ્ઠણને, આગળ વાંચીએ

માત્ર આ પત્રો, સીલકમાં રહી ગયા
કંઈ નથી આગળ, તો પાછળ વાંચીએ

taintedsong.com taintedsong.com taintedsong.com

જે હતું ધાર્યું – બેદાર લાજપુરી

January 26th, 2012 2 comments
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જે હતું ધાર્યું કદી તે કામ કઈ આવ્યું નહીં,
એ હતાં સામે છતાં મારાથી બોલાયું નહીં.

વૈદ્ય સૌ લાચાર થઈ, નિરાશ થઈ પાછા ગયા,
દર્દ મારા દિલ તણું તેઓથી પરખાયું નહીં.

કોણ જાણે એ હતી કેવી વિરહની રાત કે,
આંખમાં આંસુ હતાં પણ સ્હેજ રોવાયું નહીં.

કોણ ‘બેદાર’ સંભાળે ને કોણ આપે દાદ,
જે બધા શ્રોતાને ગમતું તે તમે ગયું નહીં.

taintedsong.com taintedsong.com taintedsong.com

હું ચહેરો ત્યાં જ – ખલીલ ધનતેજવી

January 17th, 2012 4 comments
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડી-ફોડીને તને મળવા નહીં આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.

કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.

ટકોરા દઈશ પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહીં આવું.

taintedsong.com taintedsong.com taintedsong.com

શબ્દોથી મન મોકળું – શોભિત દેસાઈ

July 25th, 2011 1 comment
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

taintedsong.com taintedsong.com taintedsong.com