Archive

Click play to listen all songs in ‘મુકેશ’ Category
This text will be replaced by the flash music player.

કોકવાર આવતા ને જાતા – મહેશ શાહ

April 26th, 2010 4 comments

સ્વર: મુકેશ

કોકવાર આવતા ને જાતા
મળો છો એમ
મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું.

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછાળવા ચાહે
એવું બન્યું છે આજ તો અધીર.
સાગરને તીર તમે આવો ને
ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું.

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે,
કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે અનંતમાં
ખીલે ઉઠે આ બાગ મારો.
શાને સતાવો મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારું.

taintedsong.com taintedsong.com taintedsong.com

સજન મારી પ્રીતડી..

September 8th, 2008 18 comments

ફિલ્મ: જીગર અમી
સ્વર: મુકેશ

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી.

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી?
બળતાં હૃદયની તેંતો વેદના ન જાણી.
સજન મારી પ્રીતડી..

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી.
સજન મારી પ્રીતડી..

——————————
ફરમાઈશ કરનાર મિત્ર: તોરલ

taintedsong.com taintedsong.com taintedsong.com

નૈને નૈન મળે જ્યાં છાના – બરકત વિરાણી ‘બેફામ’

August 28th, 2008 14 comments

ફિલ્મ: અખંડ સૌભાગ્યવતી
સંગીત: કલ્યાણજી-આનંદજી
સ્વર: મુકેશ, લતા મંગેશકર

નૈને નૈન મળે જ્યાં છાના,
થાયે બંને દિલ દિવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

નૈને નૈન મળે જ્યાં છાના,
વાતો હૈયાની કહેવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર,
શાને નૈન છૂપાવો ધુંધટમાં.

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ,
મેંતો પ્રીત છૂપાવી અંતરપટમાં,
મનમાં જાગ્યા ભાવ મઝાનાં,
જાણે થઈએ એકબીજાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

મળે હાથમાં જો હાથ,
મળે હૈયાનો જો સાથ,
મને રાહ મળે મંઝીલની..

રહે સાથ કદમ હોય દર્દ કે ગમ,
દુનિયાથી જુદી છે સફર દિલની.
સાથે કોના થઈ રહેવાના,
કહી દો દિલનાં કે દુનિયાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

taintedsong.com taintedsong.com taintedsong.com

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

August 12th, 2008 6 comments

સ્વર: મુકેશ

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

નાટક કરું છું જે હું નથી તે હું થઈને,
મરું છું કોઈ વાર મીઠું ઝહર લઈને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

taintedsong.com taintedsong.com taintedsong.com

મહતાબ સમ મધુરો – રમેશ ગુપ્તા

April 25th, 2008 7 comments

સ્વર: મુકેશ

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો..

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો..

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો..

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો..

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો..
———————————-
ફરમાઈશ કરનાર મિત્ર: નિલેશભાઈ

taintedsong.com taintedsong.com taintedsong.com

નજર ને કહી દો કે – અવિનાશ વ્યાસ

March 20th, 2008 15 comments

આલ્બમ: ગુજરાતી ક્લાસિક્સ
સ્વર: મુકેશ

ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.

નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..

મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.

જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..

taintedsong.com taintedsong.com taintedsong.com

સનમ જો તું બને ગુલ તો – દારા એમ. પ્રિન્ટર

November 6th, 2007 No comments

સ્વર: મુકેશ

સનમ જો તું બને ગુલ તો, બુલબુલ હું બની જાઉં
કમલનું રૂપ તારું હો, ભ્રમર હું તો પછી થાઉં

તું દિપક બનીને પ્રગટે, હું બનું પ્રેમ પરવાનો
વફાથી જાનને અર્પી, પ્રિતી કાજે જલી જાઉં

તું જામ હો અગર સુંદર, મદિરા હું પ્યારનો થાઉં
ખુમ્મારી ઈશ્કની ચડતા, આવારગીમાં ભલી જાઉં

તું જો અગર સમન્દર હો, મળવાને હું નદી થાઉં
હજારો કોસ દૂર દૂરથી વહી હેતે મલી જાઉં

તુંજો અગર તરુવર હો બની હું વેલ લપટાઉં
જીવનભર દિલ્લગી કરતાં તુજ પાતામાં જ મરી જાઉં

taintedsong.com taintedsong.com taintedsong.com

મારા ભોળા દિલનો – રમેશ ગુપ્તા

September 27th, 2007 6 comments

સ્વર: મુકેશ

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

taintedsong.com taintedsong.com taintedsong.com

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

September 13th, 2007 4 comments

સ્વર: મુકેશ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
—————-
આભાર: સ્વર્ગારોહણ

taintedsong.com taintedsong.com taintedsong.com

તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ.

May 11th, 2007 8 comments

સ્વર: મુકેશ

તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે
મારું મન મોહી ગયું

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારું મન મોહી ગયું

તને જાતા જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.

taintedsong.com taintedsong.com taintedsong.com