Archive

Click play to listen all songs in ‘શ્રેયા ઘોષલ’ Category
This text will be replaced by the flash music player.

આજ મારું મન – ઉમાશંકર જોષી

June 23rd, 2009 11 comments

સ્વર: શ્રેયા ઘોષાલ

આજ મારું મન માને ના, માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું.
વાત મારી લે કાને ના, કાને ના.

ચાલ પણે છે કોકિલ સારસ,
આવ અહીં છે મીઠી હસાહસ;
દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના, બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા.
કેમ મળે તું આને ના, આને ના.

taintedsong.com taintedsong.com taintedsong.com

મનમાં મારા મનમાં – ઈકબાલ મુન્શી

January 23rd, 2008 12 comments

આજનું આ ગીત ખાસ છે.. હજી ગઈકાલે જ આ ફિલ્મનાં સંગીતની સી.ડી. મારી પાસે આવી અને જેમ જેમ સાંભળતો ગયો એમ એમ જાણે પ્રેમમાં ડૂબતો ગયો. એક-એક ગીત મનને લોભાવી ગયું. કર્ણપ્રીય સંગીત અને સાથે શાન અને શ્રેયા ઘોષલનો સૂરીલો અવાજ હોય તો કહેવું જ શું. તો માણો આ સુંદર પ્રણયગીત.. સાંભળતા સાંભળતા કોઈ યાદ ન આવી જાય તો કહેજો :-) ..

ફિલ્મ: લવ ઈઝ બ્લાઈન્ડ
સંગીત: કર્દમ ઠાકર
સ્વર: શાન, શ્રેયા ઘોષલ

મનમાં મારા મનમાં, કોઈ રૂમઝૂમ કરતું આવે,
હળવેથી મને બોલાવે..
મારા મનમાં.. મારા મનમાં..

મનમાં મારા મનમાં, વરસાદ પહેલો જાણે આવે,
વ્હાલમાં મને ભીંજાવે..
મારા મનમાં.. મારા મનમાં..

ફૂલો બધાં હવે રંગીન છે, હવાઓમાં જાણે સંગીત છે;
મોસમની આ કેવી પ્રીત છે,પ્રીતમાં રંગાવાની હવે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..

ઝાંઝર વાગે કે વાગે ભણકારા, મીઠા મીઠા લાગે છે હવે ધબકારા;
કોઈનાં થવાની આ કેવી બીક છે, કોઈનાં થવાની તોયે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..

taintedsong.com taintedsong.com taintedsong.com