Archive

Click play to listen all songs in ‘દીપ્તિ દેસાઈ’ Category
This text will be replaced by the flash music player.

એમ કાગડાનું કીધું મનાય નહીં – તુષાર શુક્લ

April 30th, 2008 3 comments

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એમ કાગડાનું કીધું મનાય નહીં,
હવે સખી, અટકળની આંખે જીવાય નહીં.

કાગડો તો પોતાની મરજીનો માલિક
તે થાય એને એવું કે બોલીએ,
એનાં બોલેથી સખી, આશા બંધાય
અને થાય એને મોતીડે તોલીએ.

કાગડાના બેસવાને ડાળ તણા પડવાની
ઘટનાને જોડી દેવાય નહીં,
શુકન અપશુકન તો વાર્તામાં હોય
એવી વાતો કંઈ માની લેવાય નહીં.

કાગડાનાં બોલ અને પ્રીતમનાં કૉલ
એનાં ઠાલા ભરોસા શું રાખવા?
જાણતલ જોશીડો એમ કરી કરી બોલ્યો કે
ખોટા રે જોશ શાને ભાખવા?

દંતકથા જેવા કોઈ મનગમતાં અંત તણે
આધારે જીવતર આ જાય નહીં,
બે ત્રણ કે ચાર વાતો મળતી આવે છે
એમાં મનને સમજાવો વહેમાય નહીં.

taintedsong.com taintedsong.com taintedsong.com

સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

April 28th, 2008 9 comments

એકમાં આયખું ઓગાળવાનો અવસર તો પ્રેમીઓજ જાણે છે. બન્ને એકબીજાને સમજીને ચાહે અને ખીલતા રહે તો આનંદના આકાશમાં એમનો વિહાર અને ઉડ્ડયન હમેંશા રહ્યા કરે છે. ૧૯૩૬માં રજૂ થયેલા નાટક ‘હંસાકુમારી’માં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું આ ગીત ગુલાબની માફક મહેકતું રહ્યું છે.

સ્વર: નિસર્ગ ત્રિવેદી, દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“મુંબઈમાં સામાં મળ્યાંને સુરત જામ્યો પ્રેમ,
આવ્યા અમદાવાદમાં ને ફળી અમારી નેમ.”

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.

taintedsong.com taintedsong.com taintedsong.com

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

April 7th, 2008 5 comments

પરંપરાગત જૂની ગુજરાતી રંગભૂમિનો એક સુવર્ણયુગ હતો. ગુજરાતનાં ગામડે ગામડે ભજવાયેલા નાટકો માણનારા પ્રેક્ષકો આજે પણ એના સંભારણાથી સમૃધ્ધ હશે. બોલચાલની સીધી સહજ અને સરળ ભાષામાં લખાયેલા, સ્વરબધ્ધ થયેલા અને ગવાયેલા આ ગીતોમાં લોકજીવનમાંથી જન્મેલા અને લોકજીભે સચવાયેલા નવે નવ રસ સામેલ હતાં. આજે સાંભળીયે એવાં જ એક નાટક ‘વડીલોનાં વાંકે’ માટે લખાયેલ આ સુંદર ગીત..

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા લાગ્યા તે મને આજનાં ઉજાગરા,
જોતી ‘તી વાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

પગલે પગલે એનાં ભણકારા વાગતાં,
અંતરમાં અમથો ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હિંડોળાખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

ઘેરાતી આંખડીને દીધાં સોગંદ મેં,
મટકું માર્યું તો તારી વાત રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

taintedsong.com taintedsong.com taintedsong.com

હોઇએ આપણ જેવા – તુષાર શુક્લ

April 3rd, 2008 5 comments

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોઇએ આપણ જેવા એવા દેખાવાની મોસમ આવી,
અંદર બહાર થઈને લથબથ લહેરાવાની મોસમ આવી.

ઘડીક વાદળ, ઘડીક તડકો, ઘડીક વર્ષા, ઘડીક ભડકો,
એક-મેકમાં ખોવાવાની, જડી જવાની મોસમ આવી.

એકબીજાને દૂર દૂરથી જોયા કરતાં આમ ભલેને,
આજ અડોઅડ એક-મેકને અડી જવાની મોસમ આવી.

રેશમ રેશમ રૂપને પાછું ભીનું થઈને બહેકે અડકો,
આજ પારદર્શક સુંદરતા નડી જવાની મોસમ આવી.

વીતેલાં વર્ષોને ભુલી ચાલ ફરીથી પલળી જઇએ,
ફરી ફરીને, ફરી પ્રેમમાં પડી જવાની મોસમ આવી.

taintedsong.com taintedsong.com taintedsong.com