મળે ન મળે – આદિલ મન્સૂરી

July 24th, 2007 6 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

taintedsong.com taintedsong.com taintedsong.com

આવી રૂડી અજવાળી રાત…

July 23rd, 2007 2 comments

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ
હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ

હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણા રાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ.

હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ

હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણા રાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ

હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ

taintedsong.com taintedsong.com taintedsong.com

કંઇ ક્યારનો આમ જ – અમૃત ‘ઘાયલ’

July 20th, 2007 No comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરો ની, નજરો ની કતારે ઉભો છું.

આ તારી ગલીથી ઉઠી જવું સાચે જ નથી મુશ્કેલ કિન્તુ,
તું સાંભળશે તો શું કહેશે બસ એજ વિચારે ઉભો છું.

સમજાતું નથી કંઇ ક્યાંથી મને આ આવુ લાગ્યું છે ઘેલું,
જાકારો મળ્યો તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઉભો છું.

જોયા છે ઘણાં ને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઇ જતાં,
એકાદ ઘડી આ તો એમજ આવીને મિનારે ઉભો છું.

taintedsong.com taintedsong.com taintedsong.com

ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઈ

July 19th, 2007 5 comments

સ્વર: રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

taintedsong.com taintedsong.com taintedsong.com

બોલો થેન્ક યુ…

July 18th, 2007 4 comments

સ્વર: કિન્નરી મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બોલો થેન્ક યુ… થેન્ક યુ… થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

મમ્મી પપ્પાના ચરણો ચુમીને કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
જાત દુ:ખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું,
મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

સંત ગુરૂ ઋષીમુનીઓ ને ભાવ થી કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
અજ્ઞાની અંધારા હટાવી ભાવ નું તેજ વધાર્યું,
ગુરૂ થેન્ક યુ, ટિચર થેન્ક યુ, થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

વૃક્ષ નદી સુરજદાદા ને ભાવથી કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
ફળ ફૂલો જળ તેજ આપીને જીવન ને સવાર્યું,
વૃક્ષો થેન્ક યુ, નદી થેન્ક યુ, દાદા થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

સુંદર જીવન આપ્યું તેથી પ્રભુને કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
મન બુધ્ધી આપી હ્રદયને ભાવથી ખુબ સજાવ્યુ,
પ્રભુ થેન્ક યુ, હરિ થેન્ક યુ, તમને થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

બોલો થેન્ક યુ… થેન્ક યુ… થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

taintedsong.com taintedsong.com taintedsong.com