Home > અજ્ઞાત, આશા ભોંસલે, ગીત > પીયરને પીપળેથી આવ્યું પારેવડું…

પીયરને પીપળેથી આવ્યું પારેવડું…

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

Please follow and like us:
Pin Share
  1. હું.. દિગીશા શેઠ પારેખ,
    July 31st, 2007 at 11:45 | #1

    મને પીયર તો ક્યાર્નુ યાદ આવ્યુ છે..તુ આવા ગીત સંભળાવે છે..ક્યાં???તોય મન મનાવા સારુ છે..મારે ય પારેવડા બોલાવા પડ્સે..કેવાય ને”પીયર નુ તો કુતરુ ય વહાલુ લાગે”..હા.હા..હા..

    digisha sheth parekh

  2. dhaval
    August 4th, 2007 at 02:56 | #2

    thanxs you very much man ,i rally love this folk songs.keep it up

    dhaval patel
    jackson mississippi
    usa

  3. Markand Dave
    April 29th, 2009 at 04:42 | #3

    Priy Niraj bhai,
    Mare”tara chhedala ne matje rakha ne jara,aato chaitar vaishakh na vaayara” je iismail vaalera e gayelu che,te sabhalava ni ichha chhe.fakt iismail vora e gayela geet ni maza flever alag j chhe.me pahelivaar dimand kari chhe puri karasho ne
    aavi sundar pravrutti badal kkhub -2 abhinadan.aabhar
    tamaro.M.D.

  4. pritesh
    May 2nd, 2010 at 19:22 | #4

    કેમ છો નીરજભાઈ મજા માં છો આપણી ગુજરાતી ભાષા ને આ લેવેલ માં મુકવા બદલ અભાર

  1. No trackbacks yet.