Home > અર્ચના દવે, નયનેશ જાની, શુકદેવ પંડ્યા > તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

સ્વર: નયનેશ જાની, અર્ચના દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું અને હું જાણે સામા કિનારા,
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખનાં,
મૌન કંઈ કહેતું એ શું?
તું અને હું..

હળવેથી વાતી આ લેહેરાતી લહેરખી
ને લહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
તું અને હું..

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સૂતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર,
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રૂદિયામાં રોતું એ શું?
તું અને હું..

Please follow and like us:
Pin Share
  1. Jayant Mehta
    May 11th, 2009 at 10:13 | #1

    Namaste – Jai Shree Krsna
    Your selection of songs are par-excellance and so relaxing to listen.
    I congratulate you all for your endeavours and keep providing lilting melodies.
    Best Wishes

  2. May 11th, 2009 at 11:10 | #2

    અતિ સુંદર રચના … સરસ શબ્દો …!!!

  3. Bharat Atos
    May 11th, 2009 at 15:44 | #3

    મૌન કંઇક કહેતું એ શું?
    પણ સ્વાસોમાં મહેકતું એ શું?
    પણ રુદિયામાં રોતું એ શુ?

    આ લાગણીઓને શબ્દોમાં રજૂ જ ના કરી શકાય.
    આમ સાવ સહેલો છતાં ખૂબ જ અઘરા સવાલો.
    સુંદર ગીત.

  4. POOJA PATEL
    May 12th, 2009 at 06:58 | #4

    very very good

  5. Divyakant
    May 13th, 2009 at 21:21 | #5

    બે પ્રિય જનો બૂલબૂલના યુગલ જેમ ગાઈ રહીયાં
    ધન્યવાદ

  6. Priyank
    May 26th, 2009 at 15:07 | #6

    ખુબ જ સરસ છે.

  7. ડૉ.કિરણ પટૅલ –
    May 27th, 2009 at 03:35 | #7

    સુન્દર કાવ્ય રચના અને સુન્દર ગાયકી

  1. No trackbacks yet.