Home > આશિત દેસાઈ, ગઝલ, જવાહર બક્ષી > તારાપણાના શહેરમાં – જવાહર બક્ષી

તારાપણાના શહેરમાં – જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું,
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
——————————————–
સાભાર: લયસ્તરો

Please follow and like us:
Pin Share
  1. Virendra
    May 18th, 2009 at 12:14 | #1

    તારાપણાના શહેર મા જો તુ મને સોધ્યા કરે , તો હુ તને કયા થિ મલુ

    ઘણુ સુન્દર , ધન્ય

    વિરેન્દ્ર

  2. May 18th, 2009 at 12:22 | #2

    તારાપ્ણાના શહેર મા જો તુ મને સોધ્યા કરે , તો હુ તને ક્યાથિ મળુ

  3. May 18th, 2009 at 14:01 | #3

    વાહ દોસ્ત વાહ…

    એકીબેઠકે ચાર વાર આ ગઝલ સાંભળી ગયો અને તોય લાગે છે કે કાલે પાછા અહીં આવવું જ પડશે…

    આભાર…

  4. May 20th, 2009 at 14:45 | #4

    તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું

    પહેલી જ લીટી વાંચતાં જ આફરીન પોકારી ગયો અને આશિત દેસાઇને સાંભળીને વાહ વાહ… બીજું શું કહું? શબ્દો ખલ્લ્લ્લ્લાસ.

  5. May 21st, 2009 at 21:43 | #5

    સૂર અને શબ્દો… બન્ને ધારદાર…ખૂબ જ સરસ…

  6. May 22nd, 2009 at 09:50 | #6

    ખૂબ જ સરસ શબ્દો છે ખરેખર … ! એક એક પંક્તિ અર્થસભર છે..! સ્વર પણ સુંદર ..!

  7. BHARAT SUCHAK
    May 22nd, 2009 at 15:59 | #7

    bahu sarash

  8. May 25th, 2009 at 08:40 | #8

    very very nice……….. !!

  9. shirin
    March 18th, 2010 at 01:38 | #9

    Jawaher baxi ne live program man chicago man teo ae pote sambhdavi hati, powerful andaz man. atyare File not found kahe chhe sambhdi shakayu nahi, khaer pachhi pachhi try kari joish. mari khas pasand chhe Thankyou Jaishree.

  10. kgolwala
    May 7th, 2011 at 08:03 | #10

    javahar baxi at his best… par excellance…

  1. No trackbacks yet.