Home > ગઝલ, મનહર ઉધાસ, સગીર > હું બધા સંજોગને – સગીર

હું બધા સંજોગને – સગીર

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો
જિંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો.

મિત્ર શત્રુનાં વિચારોથી હમેંશા પર રહી,
હું હૃદયથી પ્રેમને છલકાવતો ચાલ્યો ગયો.

કોઈ દિ થશે ફળીને બાગ એ આશા મહીં,
બિજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો.

બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા,
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.

પાથરું છું ફૂલ એનાં માર્ગમાં હું હર્ષથી,
માર્ગમાં જે કંટકો પથરાવતો ચાલ્યો ગયો.

કોઈ સમજ્યા નહીં તો દોષ છે એનો ‘સગીર’
હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.

Please follow and like us:
Pin Share
  1. Naishadh Pandya
    June 3rd, 2009 at 14:04 | #1

    સુન્દર શબ્દો ને સુરેખ રજુઆત. બહુજ સરસ.

  2. June 3rd, 2009 at 14:06 | #2

    मैं झिंदगीका साथ निभाता चला गया
    हर फिक्रको धँएमे उडाता चला गया

    સદાબહાર દેવસા’બનું સદાબહાર ગીત યાદ આવે છે?

  3. June 3rd, 2009 at 21:30 | #3

    કોઈ સમજ્યા નહીં તો દોષ છે એનો ‘સગીર’
    હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.

    સરસ અને સરળ વાત.

  4. Bharat Atos
    June 4th, 2009 at 07:38 | #4

    ખુબ જ સુંદર ગઝલ.

  5. June 23rd, 2009 at 01:31 | #5

    સરસ શબ્દો અને સરળ રજુઆત..
    ઘણી વખત ઇશારા માં ઘણુ કહેવાતુ હોય છે…

  1. No trackbacks yet.