Home > અજ્ઞાત, લોકગીત > સોના વાટકડી રે….

સોના વાટકડી રે….

August 8th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

Please follow and like us:
Pin Share
  1. kalpesh rathod
    October 9th, 2007 at 11:26 | #1

    very very nice

  2. A.Sidpara
    July 27th, 2008 at 03:30 | #2

    Excellent song. Some one sent me this web address. I truly enjoy it. I apprecite your effort for the set-up you have.

  3. jawahar
    August 4th, 2008 at 12:01 | #3

    really nice and super singer both i prefer again and again this song thanks actula we need like this song for our self realisation
    thank joshi

  4. Jagruti Mehta
    July 20th, 2009 at 19:42 | #4

    તમે ખુબ જ સુન્દર કામ કરિયુ. ધન્યવાદ્ આભાર્
    જાગ્રુતિ

  5. July 26th, 2009 at 09:27 | #5

    મારા માનવા મુજબ હેમુ ગઢવી અને દીના ગાંધર્વનો સ્વર છે.

  6. July 26th, 2009 at 09:53 | #6

    આ ગીત કુલ ત્રણ જુદી-જુદી રીતે સાંભળો
    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_26.html

  7. Nafees
    October 4th, 2011 at 02:13 | #7

    આ ગીત મૂકીને તમે તો બાના મજો કરાવી આયપો. બચપણમાં સાવરકુંડલામાં ગરબી માણીયાની યાદ અપાવી. અમારા નાઇરોબી અને પછી ઇંગલેન્દના લેસ્ટરમાં આ ગરબો સાંભળીયો હતો તેની બી યાદ આપે અપાવી. તમારો શુકરગુજાર, લિ. નફીસ

  8. Navneet S.Patel
    September 20th, 2012 at 14:15 | #8

    આપણે ગુજરાતી ગીત મૂકી ને અમારા દિલ ચોરી લીધા

  9. nishidh
    November 27th, 2013 at 16:09 | #9

    દિવાળી બેન ભીલ અને પ્રફુલ દવે

  1. No trackbacks yet.