Home > ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ > જુઓ જાહેરમાં તો – બરકત વિરાણી ‘બેફામ’

જુઓ જાહેરમાં તો – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.

વહાવે ગગન બસ ત્યારથી વરસાદનાં આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.

ગમે તેવા પ્રસંગો દઈ બગડી નાખી દુનિયાએ,
હતી નહીતો બહુ સારી જીવનની વાર્તા મારી.

ભલેને આજ મારી હાજરી માં ચુપ છે લોકો,
નહીં હું હોવ એ વખતે બધા કહેશે કથા મારી.

હસીને જો જરા મારી કબર પર વ્યંગ માં ‘બેફામ’,
જગત છોડી ગયો એ પછી થઇ છે જગ્યા મારી.

Please follow and like us:
Pin Share
  1. sk
    March 15th, 2010 at 01:51 | #1

    ક્ય બાત ક્ય બાત ક્ય બાત્

  2. sk
    March 15th, 2010 at 01:52 | #2

    અદ્ભોૂત્

  3. chetna bhagat
    August 17th, 2010 at 11:15 | #3

    બહુજ સરસ ..આભાર

  4. January 29th, 2011 at 18:27 | #4

    very good collection, keep it up so we can enjoy
    thanks

  5. chinmay majithia
    July 12th, 2011 at 15:07 | #5

    very good

  1. No trackbacks yet.