Home > ગઝલ, જયેશ નાયક, જલન માતરી > કોણ માનશે? – જલન માતરી

કોણ માનશે? – જલન માતરી

સ્વર: જયેશ નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?
તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?

એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે?

નૈયા અમારી ગર્ક થવા લાગી ત્યાં સુધી,
બીજે અમારું ધ્યાન હતું, કોણ માનશે?

લૂંટાયો તોયે કંઈ વ્હારે ન આવ્યું,
પડખે બધું જહાન હતું, કોણ માનશે?

મારા પતનની પેરવી કરતુતું એ ‘જલન’,
મારું જ ખાનદાન હતું, કોણ માનશે?

Please follow and like us:
Pin Share
  1. July 17th, 2009 at 07:14 | #1

    સુંદર મગરૂરીભરી ગઝલ…

  2. Susmit Patel
    July 17th, 2009 at 09:15 | #2

    Dear Niraj, JUST SUPARB.

  3. Mahesh Lad
    July 18th, 2009 at 16:03 | #3

    you have created an Excellent web site. I love Gujarati geet,Gazals, kavita. Please keep me posted with your new developments. Thank you.

  4. Bhavesh Ashara
    August 1st, 2009 at 12:56 | #4

    સુન્દર ગઝ્લ .Excellent and best wishes for creation a good web site.

  5. pradeep
    November 20th, 2009 at 11:00 | #5

    સુન્દર ભવ્ય મસ્ત મસ્ત બહુ ગમ્યુ

  6. chandankishor shah
    May 30th, 2011 at 12:39 | #6

    dear nirajbhai, thank you very much for your appreciating attempt

  7. Hassan
    August 7th, 2012 at 14:03 | #7

    જલન સાહેબ ની દરેક ગઝલ માર્મિક હોય છે , એ માંહેલી આ પણ છે . વાંચવું સાંભળવું ગમે છે .

  1. No trackbacks yet.