Home > ગઝલ, શૌનક પંડ્યા > નાદાન મનને – કિરણ ચૌહાણ

નાદાન મનને – કિરણ ચૌહાણ

સ્વરાંકન/સ્વર: શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે!

હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

Please follow and like us:
Pin Share
  1. Naresh
    July 21st, 2009 at 08:42 | #1

    મનને શત્રુતા ભાવમા વ્યસ્ત રાખનાર પાસે મિત્રો પર ધ્યાન આપવા માટૅ ફુરસદ નથી હોતી.
    મિત્રતા કેળવવા અને માણવા માટે પણ સમય જોઇઍ. જીવનના આ કડવા સત્યની સુન્દર
    રજુઆત…અભિનન્દન.

  2. July 21st, 2009 at 12:15 | #2

    જેવી સરળ અને સહજ ગઝલ એવી જ સાલસ ગાયકી… બંને સાંગોપાંગ સંપૂર્ણ…

  3. Maheshchandra Naik
    July 21st, 2009 at 16:26 | #3

    સરસ ગઝલ, શબ્દો જીવનનો મર્મ કહી જાય છે, શ્રી કિરણ્ભાઈ અમારા સુરતના અને સરસ ગાયકી પણ શ્રી શૌનકભાઈ પંડ્યા ની એટ્લે આનદ થઈ ગયો……..આપનો આભાર…..

  4. July 21st, 2009 at 19:58 | #4

    સુન્દર રચના અને સરસ ગાયકિ જીવનનો સાચો અથઁ સમજાવે છે.

  5. ch@ndr@
    July 26th, 2009 at 19:18 | #5

    ઝગડો કરિને થાકી ગયા ચન્દ્ર ને નિશા,જાકદડ્ના બુન્દ રુપે સમધાન હોઇ છે..
    આ ગઝલ લગભગ દરેકના જિવનમા લાગુ પદડ્તી હોઇ છે/

    ચન્દ્ર.

  1. No trackbacks yet.