Home > અવિનાશ વ્યાસ, ગીત, સાધના સરગમ > શ્રાવણની એ સાંજ હતી – અવિનાશ વ્યાસ

શ્રાવણની એ સાંજ હતી – અવિનાશ વ્યાસ

August 23rd, 2007 Leave a comment Go to comments

સ્વર: સાધના સરગમ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતી
સરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….

આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી
એ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાઝ હતી
શ્રાવણની એ સાંજ હતી….

શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણની
ઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનની
નીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનો અવાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….

Please follow and like us:
Pin Share
  1. August 23rd, 2007 at 16:34 | #1

    શ્રાવણની એ સાંજ હતી….

    આ વખતે આખો સમર શ્રાવણ જેવો જ નથી? નીરજ, ‘સરે’માં ય ઝરમરિયું જ છે ને.

  1. July 22nd, 2010 at 12:12 | #1