Home > ગઝલ, શૂન્ય પાલનપુરી > તું જ અંત આદિમાં – શૂન્ય પાલનપુરી

તું જ અંત આદિમાં – શૂન્ય પાલનપુરી

September 11th, 2009 Leave a comment Go to comments

સ્વર: સમૂહગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું જ અંત આદિમાં, તું જ તેજ અંધારે,
તું જ સાર છે કેવળ આ અસાર સંસારે.

પથ્થરો તરે છે તો એક જ અરજ છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંય સમજું છું તું જ આવશે હારે.

એજ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે કોઈક નામ આકારે.

રોમે રોમે જાગે છે એજ નામની રટણા,
ઝેર પણ બને અમૃત એનાં એક ઉદગારે.

ભક્તજનની નજરોનાં પારખા નથી સારા,
એક ‘દિ બતાવીશું આપને નયન દ્વારે.

Please follow and like us:
Pin Share
  1. જય પટેલ
    September 11th, 2009 at 17:14 | #1

    વાહ…શુન્યમાંથી સર્જન..!!

    ઈશ્વરને પણ બંદાની બંદગી સાંભળવા મજબૂર થવું પડે.

    વાહ..શુન્ય..વાહ.

  2. Gandhi, M.D. U.S.A.
    September 12th, 2009 at 17:06 | #2

    સરસ ગઝલ છે.

  3. September 13th, 2009 at 05:29 | #3

    very nice….. !!

  4. September 16th, 2009 at 17:37 | #4

    વાહ, સરસ ગઝલ. આ ગઝલને એનો છંદ અને ભાવ સમજીને ગવાઈ હોત તો કદાચ વધુ કર્ણપ્રિય લાગત.

  5. vihar.eternity
    May 10th, 2013 at 08:34 | #5

    “એ જ આશ્વાસન થી શ્વાસ લઉં છું સંસારે
    ક્યાંક તું મળી જાશે કોઈક નામ આકારે”
    અદભુત…. શબ્દો થી પર ની લાગણી….

  1. No trackbacks yet.