Home > ગઝલ, જવાહર બક્ષી, બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય > કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી

September 29th, 2009 Leave a comment Go to comments

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ,
રામ કરેને કંઇક તો કહેવા જેવું થાય.

કોઈ હમણાં આવશે ભીંતો ભણકારાય,
એક અમસ્તી શક્યતા આખું ઘર પડઘાય.

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ,
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય.

સંતાતો ફરતો રહું પગલે પગલે બીક,
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સુરજ મળી જાય.

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ,
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય .

Please follow and like us:
Pin Share
  1. Arvind Patel
    September 29th, 2009 at 22:40 | #1

    વાહ! વિરાજ અને બિજલ નિ જુગલ જોદ્દિ. સગિત સાથે મસ્ત્ – મને બહુ ગમ્યુ.

  2. Maheshchandra Naik
    September 30th, 2009 at 19:55 | #2

    બંને બહેનોના અવાજમાં શ્રી જવાહરભાઈની પ્રખ્યાત રચના અને મનભાવન સરસ ગાયકી

  3. October 1st, 2009 at 11:57 | #3

    વાહ… સરસ રચના અને મનોહર ગાયકી…

  4. anand sutaria
    October 1st, 2009 at 16:58 | #4

    what a “GHAZAL”!!!!!
    Excelent words and composition plus both sisters has sung beatifully .
    After long time heard a nice gazal.

    Thanks Nirajbhai

  5. Falguni Upadhyay
    October 2nd, 2009 at 01:35 | #5

    બહુ જ સરસ …. હુ બહુ જ સમય પહેલા શોધતિ હતિ.
    thank a lot…

  6. shirin
    February 12th, 2010 at 04:43 | #6

    bahu saras, vinod joshi nu geet toe BA akla rahe. website man nakhsho please

  7. Bhavin
    October 1st, 2012 at 00:00 | #7

    એર્રોર આવે છે. મહેરબાની કરીને ફરીથી ઉપ્લોદ કરશો. આભાર.

  8. purnima
    March 20th, 2013 at 00:30 | #8

    નીરજ ભાઈ ,ગીત સંભળાતું નથી ,ફરીથી અપલોડ કરવા કૃપા કરશો

  1. No trackbacks yet.