Home > ગાર્ગી વોરા, ગીત, દલપત પઢીયાર > આમ ગણું તો કશું નહીં – દલપત પઢીયાર

આમ ગણું તો કશું નહીં – દલપત પઢીયાર

November 11th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: ભરત પટેલ
સ્વર: ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આમ ગણું તો કશું નહીં ને, આમ ગણું તો ઘણું,
પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?

કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ,
નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
ભૂલી ગયેલી વેળાના અહીં ખાલી ખેતર લણું.

ના છુટકે એક ઘેઘુર વગડો કાગળ ઉપર દોર્યો,
ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મોર્યો.
રથડા કેરા રંગ છાંયડે રોમ રોમ રણઝણું.

Please follow and like us:
Pin Share
  1. Gandhi M.D., U.S.A.
    November 12th, 2009 at 19:12 | #1

    ગીત ઠીક છે. કાગળ ઉપરની નદીમાં નહાવા કેવી રીતે જવાનું? ઉપમા સરસ છે.

  2. Pancham Shukla
    November 16th, 2009 at 16:29 | #2

    સરસ.

  3. Jayraj Bhadranwala
    December 26th, 2009 at 19:44 | #3

    મિત્ર,
    આ સુન્દર કાર્ય !! have no words to praise your efforts.may god givs you all the time and means to serve our Matru-Bhasha.
    Jayraj Bhadranwala na જય ગુર્જર >

  1. No trackbacks yet.