Home > પ્રાર્થના-ભજન, રમેશ પારેખ, શૌનક પંડ્યા, શૌનક પંડ્યા > મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ

સ્વરકાર:શૌનક પંડ્યા
સ્વર:શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સ્વર: અજ્ઞાત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી.
મારા સપનામાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાના સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

આંધણ મેલ્યાં મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બ્હાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

Please follow and like us:
Pin Share
  1. November 17th, 2009 at 18:54 | #1

    ખુબ જ સરસ શબ્દો ..!

  2. Maheshchandra Naik
    November 18th, 2009 at 05:49 | #2

    “મારા સપનામા આવ્યા હરિ” શબ્દો જ કેટલા ભાવવાહી છે, સંગીતમય પ્રાથના અને મધુર અવાજથી રમેશ પારેખના શબ્દો હરિ સમક્ષ જ કહેવાતા હોય એવો અનુભવ થાય છે, આભાર……….

  3. November 18th, 2009 at 07:18 | #3

    આતે કેવા કવિ ઘડિક મા હરિ ના દર્શન કરાવે ને ઘડીક મા આલા ખાચર ને દેખાદિ નિચે પછાડે……

  4. November 23rd, 2009 at 17:50 | #4

    ખૂબ સુંદર.

  5. December 16th, 2009 at 10:32 | #5

    સુંદર ગાયિકી.

  6. Prashant Patel
    January 4th, 2010 at 03:06 | #6

    આ સુંદર ગાયકી કદાચ ધનાશ્રી ની હોઇ શકે…

  7. s n shastri
    July 1st, 2010 at 08:40 | #7

    can you please tell me the name of singer i think she is anar kathiyara or gargi vora.

  8. Karan Bhatt
    October 18th, 2010 at 15:46 | #8

    અનાર કઠિયારા.. આટલું અદભુત એ જ ગાઈ શકે

  9. May 4th, 2012 at 09:53 | #9

    બહુજ સરસ ગીત ને બહુજ સરસ રચના , ક્ય્ર્ક તો મને લાગે કે સન્મુખ બેસી , ને સગીત ને માની રહ્યોં ……ne……અઆબ્ભાર , ને ધન્યવાદ , અને અભિનદન સહુ ne

  10. girish dalwadi
    May 4th, 2012 at 11:58 | #10

    ઘરે બેઠે આટલું સુંદર મનોરંજન આ સિવાય ક્યાં મળે.

  11. Dinesh Pandya
    May 8th, 2012 at 01:11 | #11

    સુંદર ગીત ! એવી જ બન્ને સુંદર સ્વર રચના અને ગાયકી !
    અભિનંદન અને આભાર !

  12. Bhikhu vegada
    May 22nd, 2013 at 13:01 | #12

    excellent

  13. Nirali
    July 26th, 2017 at 15:23 | #13

    Bauj saras ane samajvama saral sabd che. Wahh….

  1. No trackbacks yet.