હરદમ તને જ યાદ કરું – શૂન્ય પાલનપુરી
આલ્બમ:આવકાર
સ્વર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“બધી દુનિયાને ભૂલી જાઉં છું તારા વિચારોમાં
છતાં તારા વિચારોને ભુલાવી નથી શકતો.”
હરદમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું દર્દ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અટલ એજ કે એને સજા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ઘાવ પર,
સંભવ છે ત્યાં જ કોઈ રૂપે ખુદા મળે.
શુન્ય સાહેબની ગઝલના બધા શૅર લાજવાબ જ હોય અને મનહર ઉદાસની ગાયકી એટલે આનંદ સહજ પ્રાપ્ત થઈ જાય, આભાર
શૂન્યની પૂર્ણતાઅને ઉદાસ સાહેબનો મનહર અવાજ દિલને સ્પર્શી ગયા.
આભાર !
સુન્દર … !!
લાજવાબ ગઝલ
wah …khudai hun pan aapidaun jo BA VAFA KOI AAJEY male
pratham gunhani kalpna karnar ne j saja male…aadbhuut…..