Home > અમર પાલનપુરી, જયેશ નાયક, હળવે હાથે > આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

December 15th, 2009 Leave a comment Go to comments
આલ્બમ:હળવે હાથે
સ્વર:જયેશ નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે,
બોલાવ્યા અમે ના બોલીશું પણ હોઠે તમારું નામ હશે.

નૌકા જો અમારી ડૂબી તો અંજામ બૂરો થાશે એનો,
તોફાન ઉમટશે કિનારે મઝધાર બધી સુમસામ હશે.

ઉપવનમાં કરુણા વ્યાપી ગઈ ખોલ્યા મેં જયારે જખમ દિલના,
કાંટાએ નથી માની શકતા ફૂલોનું આવું કામ હશે.

હો દિલમાં ભેલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની,
એક તારો દિલાસો મળશે તો ખુબ મને આરામ હશે.

Please follow and like us:
Pin Share
  1. December 15th, 2009 at 18:11 | #1

    …ઉપવન્ મા કરુણા વ્યાપિ ગઇ ખોલ્યા મે જ્યારે જખમ દિલના …!! ખુબ સુન્દર …

  2. Maheshchandra Naik
    December 16th, 2009 at 04:07 | #2

    સરસ ગઝલ અને સરસ ગાયકી, બંનેને અભિનદન, આપનો આભાર…………

  3. Saloni
    December 16th, 2009 at 05:25 | #3

    નિરજભાઈ,

    મને તો તમે પોસ્ટ કરેલ ૪ પન્કતિ ખુબ ગમેલિ પણ જ્યારે અહિ વાચિ તો આખિ ગઝ્લ જ ગમિ ગઈ…

  4. Harish Mehta
    December 16th, 2009 at 08:14 | #4

    નિરજભાઈ,

    ખુબ સુન્દર, બોલાવ્યા ન બોલિસુ અમો પન હદય મા તમારુ નામ હશે…..વાહ …
    અભિનદન અને આભાર …..

  5. shraadha
    December 21st, 2009 at 07:56 | #5

    chetu :…ઉપવન્ મા કરુણા વ્યાપિ ગઇ ખોલ્યા મે જ્યારે જખમ દિલના …!! ખુબ સુન્દર …

  6. ashalata
    March 8th, 2012 at 11:05 | #6

    ખુબ જ સુંદર

  1. December 15th, 2009 at 23:10 | #1