Home > ગીત, મનોજ મુની, સોલી કાપડિયા > મોરલાનું તન દીધું ને – મનોજ મુની

મોરલાનું તન દીધું ને – મનોજ મુની

December 22nd, 2009 Leave a comment Go to comments
સ્વર:સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મોરલાનું તન દીધું ને હંસલાનું મન,
ગહેકી શક્યોના હું કદી, ભરી ના કદી ઉડન.

વિરાટ દઈને પંખ પછી ટૂંકું દીધું ગગન,
ક્ષિતિજ આવી ગઈ સમીપ ભરી જ્યાં એક ઉડન.
ઉડી ઉડી પડી જવું શું એ ભાગ્યનું કથન?
મોરલાનું તન દીધું ને હંસલાનું મન.

વ્યોમે વિહરતા આયખું ઓછું પડી ગયું,
જોજન થયા મજલું ખૂટી, ક્યાં છે ધરા નો અંત?
વીત્યું વિતાવ્યું ના વીતે તુજ ભોમ પર જીવન.
મોરલાનું તન દીધું ને હંસલાનું મન.

ચાતક તણી પ્યાસ દઈ વરસાવ્યા તેં મૃગજળ
સારસ તણો વિરહ દીધો, વિરહિણીના નયન,
વરસું હવે ક્યાં મન ભરી કહી દે તું એ ભગવાન.
મોરલાનું તન દીધું ને હંસલાનું મન..

Please follow and like us:
Pin Share
  1. December 22nd, 2009 at 14:26 | #1

    અરે વાહ્હ્હ …!! કેવુ સરસ ગીત ..!!

  2. December 23rd, 2009 at 02:22 | #2

    Really wonderful!
    How to praise words and its qualities! Images and feelings are also wonderful!
    Thank you Nirajbhai

  3. Prashant Patel
    January 3rd, 2010 at 22:07 | #3

    “વિરાટ દઈને પંખ પછી ટૂંકું દીધું ગગન”
    વાહ! બહુ ખુબ.

  1. No trackbacks yet.